Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

માર્કેટમાં ‘શરાબી'જૂતા આવ્‍યા

લંડન,તા. ૮ : દુનિયામાં ઇન્‍વેન્‍શનની કોઈ અછત નથી. હવે ડચ બિઅર કંપની હેનેકેનને જ જોઈ લો. આ કંપની દુનિયાભરમાં એની બિઅર પ્રોડક્‍ટ્‍સ માટે જાણીતી છે. જોકે હવે એ   સ્‍નીકર્સ પણ લાવી છે. સ્‍વાભાવિક રીતે સવાલ થાય કે બિઅર અને સ્‍નીકર્સનું શું કોમ્‍બિનેશન છે? વેલ, આ કંપનીએ ખરેખર બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ કંપનીએ સ્‍નીકર ડિઝાઇનર ડોમિનિક સિયામ્‍બોન સાથે મળીને સ્‍પેશ્‍યલ સ્‍નીકર્સ તૈયાર કર્યાં છે. એની ખાસિયત એ છે કે એનાં સોલ્‍સમાં બિઅર ભરવામાં આવ્‍યો છે. હેનેકેન એની નવી પ્રોડક્‍ટ હેનેકેન સિલ્‍વરના લોન્‍ચને સેલિબ્રેટ કરવા માટે જ આ સ્‍પેશ્‍યલ સ્‍નીકર્સ લાવી છે. આ નવાં સ્‍નીકર્સની ખાસિયત એ છે કે એનાં ટ્રાન્‍સપરન્‍ટ સોલ્‍સમાં બિઅર તરતો રહેશે, જેમાં એક્‍ચ્‍યુઅલ હેનેકેન સિલ્‍વર બિઅર છે. કંપની કહે છે કે એને પહેરનાર વ્‍યક્‍તિ બિઅર પર ચાલવાનો અનુભવ કરશે.

(10:32 am IST)