Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ચીનના સાન્યા શહેરમાં કોરોનાના કારણોસર લોકડાઉન લાગતા હજારો પર્યટકો ફસાયા હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનના તેમજ વિદેશના પર્યટકોમાં હોટસ્પોટ ગણાતા સાન્યા શહેરમાં કોરોનાવાઈરસના નવેસરથી કેસ નોંધાતાં વહીવટીતંત્ર અત્યંત સતર્ક બની ગયું છે અને રોગચાળાને ફેલાતો રોકવા માટે અનેક પગલાં લીધાં છે. આ શહેરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. આને કારણે આ ટાપુ પર હજારો પર્યટકો ફસાઈ ગયાં છે.દક્ષિણ ચીનમાં આવેલા ટાપુ-પ્રાંત હૈનનના સાન્યા શહેરમાં લોકોને એમની હોટેલ્સમાં જ ગોંધાઈ રહેવાની ફરજ પડી છે.2021માં જ્યારે દુનિયાના અનેક દેશોમાં કોરોના ફેલાયો હતો ત્યારે આ શહેરમાં માત્ર બે જ કેસ નોંધાયા હતા. પરંતુ હાલ કોરના-દર્દીઓની સંખ્યા ઓચિંતી વધી ગઈ છે. શહેરના સત્તાવાળાઓએ ગઈ 6 ઓગસ્ટથી લોકડાઉન લાગુ કર્યું છે અને ટ્રાન્સપોર્ટ સેવાઓમાં નિયંત્રણો અમલમાં મૂક્યા છે. હજારો પર્યટકો અહીંના સમુદ્રકિનારાઓ પર મજા માણવા માટે આવ્યાં છે, પરંતુ લોકડાઉનને કારણે એમને હોટેલમાં જ રહેવાની ફરજ પડી છે. લોકડાઉન આવતા શનિવાર સુધી અમલમાં રહેવાનું છે.

(7:54 pm IST)