Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

પ્રાયવેટ ડેન્ટિસ્ટનો ખર્ચો સાંભળીને મહિલાએ જાતે જ ઉખાડી નાખ્યા ૧૧ દાંત

હાલત એવી થઇ છે કે તે હવે ખુલીને હસી પણ નથી શકતી

લંડન,તા. ૮: દાંતોની સમસ્યા આજકાલ કોઈ નવી વાત નથી. મોટાભાગના લોકોને દાંતને લગતી કોઈને કોઈ સમસ્યા હોય તો તેઓ ડેન્ટિસ્ટ પાસે જાય છે, અને જો જરૂર લાગે તો દાંત કઢાવે છે. બ્રિટનની એક ૪૨ વર્ષની મહિલાને જયારે દાંતમાં તકલીફ ઉભી થઇ તો ડેન્ટિસ્ટ પાસે જઈને સારવાર કરાવવાને બદલે પોતે જ પોતાના દાંત ઉખાડી કાઢ્યા.

એક ઓનલાઇન સાઈટના અહેવાલ મુજબ ડેનિયલ વોટ્સ નામની મહિલાને જયારે દાંતમાં દુઃખાવો થવા લાગ્યો તો તે પોતાના વિસ્તારની સરકારી હોસ્પિટલમાં બતાવવા માટે ગઈ. મહિલાને જાણીને નવાઈ લાગી કે તે સરકારી દવાખાનામાં કોઈ ડેન્ટિસ્ટ હતો જ નહીં અને મહિલા પાસે ખાનગી ડોકટરને બતાવ્યા સિવાય કોઈ ઉપાય ન હતો અને ખાનગી ડેન્ટિસ્ટને આપવા પૂરતા પૈસા પણ ન હતી. તો તેણે એક એવું પગલું ભર્યું કે હવે તેને પછતાવાનો વારો આવ્યો છે.

જયારે મહિલાએ પોતાના વિસ્તારના એક પ્રાઇવેટ ડેન્ટિસ્ટની ફી અંગે જાણ્યું તો તેના હોશ ઉડી ગયા. તેને ડોકટરની આટલી ફી પરવડે તેમ ન હતી. એટલે મહિલાએ પોતાના માટે એક અજીબોગરીબ નિર્ણય લીધો. મહિલાએ ૩ વર્ષમાં એક પછી એક ૧૧ દાંત પોતે જ ઉખાડી નાખ્યા. પોતાના આ કારસ્તાન પછી હવે આ મહિલાના મોઢામાં ગણતરીના જ દાંતવધ્યા છે. હાલત એવી થઇ છે કે તે હવે ખુલીને હસી પણ નથી શકતી. ડેનિયલ આ ઘટના અંગે જણાવે છે, શ્નઆ અત્યંત દુઃખદાયી પ્રક્રિયા હતી, પરંતુ મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.

લંડનમાં પ્રાઇવેટ ડોકટરની ફી દ્યણી જ વધુ હતી. એવામાં જેમનું લિમિટેડ બજેટ હોય છે તેમના માટે ત્યાં જઈને સારવાર કરાવવી મુશ્કેલ છે. ડેનિયલ પણ આ જ સમસ્યાની શિકાર થઇ અને હવે તેમની સ્થિતિ એવી છે કે તેઓ પેઇનકિલર દવાઓના સહવે પોતાનું જીવન જીવી રહી છે. ડેનિયલ જણાવે છે કે તેનો આત્મવિશ્વાસ ખતમ થઇ ગયો છે. તેમના ઘરની નજીક સરકારી હોસ્પિટલ ૬ વર્ષ પહેલા જ બંધ થઇ ગયું છે અને તે સમયે પણ ત્યાં કોઈ દાંતોનો ડોકટર ન હતો. એટલે જ તેમણે આ પગલું ભરવું પડ્યું.

(9:59 am IST)