Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

આ વ્યકિતનું નાક છે દુનિયાનું સૌથી લાંબુ! ૭૧ની ઉંમરમાં પણ વધી રહી છે સાઈઝ

તુર્કી, તા.૮: તુર્કીનો એક શખ્સ પોતાના નાકના કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં સફળ થયા. દુનિયાના સૌથી મોટા નાકવાળા શખ્સ તરીકે પોતાનુ નામ નોંધાવ્યુ છે. રસપ્રદ એ છે કે ૭૧ વર્ષની ઉંમરમાં પહોંચ્યા બાદ પણ આ શખ્સનુ નાક સતત વધી રહ્યુ છે.તુર્કીના ૭૧ વર્ષના મેહમેત ઓજીયુરેકનુ નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાયુ છે. મેહમેતનુ નાક દુનિયામાં અત્યાર સુધી હાજર કોઈ પણ વ્યકિતની નાકથી સૌથી મોટુ છે.એક રિપોર્ટ અનુસાર મેહમેત ઓજીયુરેક દુનિયાના એકમાત્ર જીવિત વ્યકિત છે જેનુ નાક ૮.૮ સેમી (૩.૪૬ ઈંચ) લાંબુ છે. વર્ષ ૨૦૧૦ માર્ચમાં પોતાની નાક માટે તેમનુ નામ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાયુ હતુ, જેને આજ સુધી કોઈ તોડી શકયુ નથી. ઓજીયુરેકનુ કહેવુ છે કે તેમના નાકની લંબાઈ હજુ પણ વધી રહી છે.

ઓજીયુરેકે પોતાના રેકોર્ડ બનાવવાની દ્યટનાને યાદ કરતા ટ્વીટ કરી- #OnThisDay ઓજીયુરેકને સત્ત્।ાકીય રીતે સૌથી લાંબા નાકવાળા વ્યકિત જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ઓજીયુરેકની નાક દુનિયાના જીવિત વ્યકિતઓમાં ભલે જ સૌથી લાંબુ છે પરંતુ ઈતિહાસમાં સૌથી લાંબી નાકનો રેકોર્ડ થોમસ વેડર્સ (યુકે)નું નામ નોંધાયેલુ છે.

૧૮મી સદીના થોમસની નાક અવિશ્વસનીય રીતે લગભગ ૧૯ સેમી લાંબુ હતુ. જોકે, તેઓ હવે જીવિત નથી તેથી સૌથી મોટુ નાકનુ આ રેકોર્ડ મેહમેત ઓજીયુરેકનુ નામ થઈ ગયુ છે જે છેલ્લા એક દાયકાથી તેમની પાસે જ છે.

(3:27 pm IST)