Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

રસીના બને ડોઝ લેનાર ભારતીયને હવે બ્રિટનમાં નહીં થવું પડે ક્વોરન્ટાઇન

નવી દિલ્હી: કોરોનાનું સંક્રમણ રોકવા માટે વિવિધ દેશોના વિદેશી નાગરીકો માટેના નિયમો મુદ્દે ભારત સાથેના વિવાદ બાદ બ્રિટનને આખરે ઝુકવુ પડયું છે.ભારતની કોવિશીલ્ડ રસીના બન્ને ડોઝ લેનાર ભારતીય નાગરીક બ્રિટનના પ્રવાસે જાય તો ફરજીયાત કવોરન્ટાઈનના નિયમમાંથી મુકિત આપવામાં આવી છે. ભારત સ્થિત બ્રિટીશ રાજદુત દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે સિરમ ઈન્સ્ટીટયુટની રસી કોવીશીલ્ડના બન્ને ડોઝ લેનારા ભારતીયોને બ્રિટનમાં કવોરન્ટાઈન નહી થવું પડે.આગામી 11 મી ઓકટોબરથી આ નિયમ લાગુ થશે. કોવીશીલ્ડ રસી લેનારા લોકોને પણ કવોરન્ટાઈન રાખવાના બ્રિટનના નિર્ણય સામે ભારત સરકારે વાંધો ઉઠાવ્યો હતો. ભારતે પણ બ્રિટનથી આવતા લોકો માટે ફરજીયાત કવોરન્ટાઈનના સમાન નિયમ લાગુ પાડતા બન્ને દેશો વચ્ચે વિવાદ સર્જાયો હતો. 'જેવા સાથે તેવા'સમાન ભારતના આ આકરા અભિગમને પગલે બ્રિટને હવે નિયમોમાં છુટછાટ આપવાની ફરજ પડી છે.બ્રિટન દ્વારા કોવિશીલ્ડની રસીને માન્યતા આપી દેવામાં આવી છે.રસીના બન્ને ડોઝ લેનારાને કવોરન્ટાઈન નિયમ લાગુ નહી પડે. ભારત અને બ્રિટન વચ્ચે હજારોની સંખ્યામાં નાગરીકોની અવરજવર રહેતી હોય છે. કવોરન્ટાઈન મુકિતથી મોટી રાહત થશે.

(6:23 pm IST)