Gujarati News

Gujarati News

News of Friday, 8th October 2021

હે ભગવાન.....કેનેડામાં બોયફ્રેન્ડે પ્રેમિકાને ભીખ માંગવા માટે મજબુર કરી હોવાની માહિતી

નવી દિલ્હી: પ્રેમ આંધળો હોય છે એ તો સાંભળ્યું હશે, પરંતુ તે બહેરો પણ હોય છે. કેનેડામાંથી પ્રેમી પંખીડાના એવા અહેવાલ સામે આવ્યા છે કે જે સાંભળીને તમે ચોંકી ઉઠશો, જેમાં એક યુવતીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે, કે જેમાં તેનો પ્રેમી તેને માર્ગો પર ભીખ માંગવા માટે મજબૂર કર્યા હતા. એટલુંજ નહીં બરોબર કમાણી ના થાય તો તે હેવાન બનીને યુવતીને ઢોર માર મારતો હતો, તેની સાથે અમાનવીય કૃત્ય કરતો હતો. હદ તો ત્યારે થઈ કે તેનો પ્રેમીએ એક દિવસ યુવતીને પેચકસથી એટલા વાર કર્યા કે તેની પ્રેમિકા ખરાબ રીતે ઘાયલ થઈ ગઈ ત્યાં સુધી તે અટક્યો નહીં તેને માર પણ માર્યો. પછી યુવતીએ પોલીસે કોલ કર્યો તેની હાલત જોઈને પોલીસ ઓફિસર્સ પણ ચોંકી ઉઠ્યા હતા, હાલ તેનો પ્રેમી જેલના સળીયા પાછળ છે.'એક રિપોર્ટ અનુસાર કેનેડા (Peterborough)ની 220 વર્ષીય નિકોલ ક્લાર્જે(Nicole Clarges) પોતાના 21 વર્ષીય પ્રેમી કાઈલ હેલમને લઈને હેરાન કરવાવાળી વાતો જણાવી, નિકોલના જણાવ્યા અનુસાર કાઈલે મને મારા મિત્રો અને પરીવારથી જુદી કરી દીધી. પછી હું તેની સાથે હોસ્ટેલમાં રહેતી હતી. પછી બન્ને જણ એક બીજાને ડેટ કરતા હતા. પરંતુ એક દિવસ કાઈલ નશામાં ધુત હતો અને તેણે નિકોલના ચહેરા પર મુક્કો મારી દીધો. નિકોલના વિરોધ કરવા પર તેણે માફી પણ માંગી લીધી અને વાતને ટાળી દીધી. પરંતુ એક દિવસ કાઈલ પોતાની ગર્લફ્રેન્ડ નિકોલ પર લગામ લાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો તે તેને બાંધીને રાખવા લાગ્યો પછી ગુલામો જેવો વ્યવ્હાર કરતો હતો. નિકોલે જણાવ્યું કે કાઈલે મને એક ફોન આપ્યો હતો, જેમાં ફક્ત ઈનકમિંગ કોલ આવતા હતા, અને તે સતત ફોન કરતો હતો, એટલે કે તે જાણી શકે કે હું ક્યાં છું હુ શું કરૂ છું. આ કારણે હું પણ વધુ ડરેલી રહેતી હતી, અંદાજીત ચાર મહિના પછી મને બીજા હોસ્ટેલમાં રાખવામાં આવી હતી. પછી પણ તેણે કંટ્રોલ કરવાનું યથાવત રાખ્યું હતું. નિકોલે જણાવ્યું તે જો કોઈ અજાણ્યો મને જોઈને સ્માઈલ આપતું તો તે મારા પર ધોખા ધડીનો આરોપ લગાવતો હતો. મને કોઈની સાથે વાત કરવાની પણ પરમીશન નહોતી. તેણે મારું બેન્ક કાર્ડ પણ લઈ લીધું હતું. મને મહિનામાં ફક્ત 10 પાઉન્ડ આપતો હતો અને બાકીના રૂપિયા તે દારૂ પર ખર્ચ કરી દીધો હતો.

(6:31 pm IST)