Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

૭ વર્ષના દીકરા સાથે આ એકટ્રેસે અશ્લીલ ફોટોશુટ કરાવ્યું : કોર્ટે જેલની સજા ફટકારી

૩૧ વર્ષની રોઝમંડ બ્રાઉન એક સિંગલ મધર છેઃ તેની ન્યુડ તસવીરોથી સોશિયલ મીડિયા પર હંગામો થઇ ગયો હતો

ન્યુયોર્ક,તા. ૮ : પોતાના સાત વર્ષના દીકરા સાથે ન્યુડ ફોટોશૂટ કરાવનારી અભિનેત્રી અકુઆપેમ પોલોને ૯૦ દિવસની જેલની સજા કરવામાં આવી છે. પશ્ચિમી આફ્રિકન દેશ ઘાનાની આ જાણીતી એકટ્રેસને રોઝમંડ બ્રાઉન નામથી પણ ઓળખવામાં આવે છે, વાત એમ છે કે, રોઝમંડે જૂન, ૨૦૨૦માં પોતાના દીકરાના જન્મદિવસ પર તેની સાથે ન્યૂડ ફોટો પડાવ્યો હતો, જે  સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ ફોટો જોઈને લોકો દંગ રહી ગયા હતા.

'ધ સન'માં છપાયેલ એક અહેવાલ મુજબ, આ કેસમાં રોઝમંડની અપીલને કોર્ટે ફગાવી દીધી છે. હવે તેને ૯૦ દિવસ સુધી જેલમાં જ રહેવું પડશે. એપ્રિલમાં પણ આ મામલે સુનાવણી થઈ હતી અને રોઝમંડને ૯૦ દિવસની સજા સંભળાવવામાં આવી હતી. પરંતુ તેની વિરુદ્ઘ રોઝમંડે એક અપીલ દાખલ કરી હતી, જેને હવે કોર્ટે રદ કરી નાખી છે.

૩૧ વર્ષની રોઝમંડ બ્રાઉન એક સિંગલ મધર છે. તેની ન્યૂડ તસવીરોથી સોશિયલ મીડિયા પર હંગામો થઈ ગયો હતો. તે આ ફોટોમાં ન્યૂડ હતી અને તેના દીકરાએ ફકત શોર્ટ્સ પહેરી હતી. આ કેસમાં જજે કહ્યું હતું કે આ એક રીતે દ્યરેલુ હિંસાનો કેસ છે અને આ ફોટોએ બાળકની ગરિમાને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે.

આ મામલે જજ ક્રિસ્ટીના કેનનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર ન્યૂડ ફોટોઝ શેર કરવાનું કલ્ચર બહુ ચિંતાજનક છે. શું આ મહિલાએ પોતાના બાળકને આ પ્રકારનો ફોટો પોસ્ટ કરતાં પહેલા પૂછ્યું હતું? શું તેણે પોતાના બાળકની પ્રાઈવસીનો આદર કર્યો? દેખીતું છે કે તેણે એવું નથી કર્યું.

ક્રિસ્ટીનાએ આગળ કહ્યું કે આ વાતમાં બેમત નથી કે મહિલાઓ સાથે અપરાધ વધવા સાથે અશ્લીલ કન્ટેન્ટમાં પણ દ્યણો વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાંક દાયકાઓથી આપણે એક હાઇપર સેકશુઅલ સમાજમાં જીવી રહ્યા છીએ અને આ પ્રકારની હરકતો મા-દીકરાના સંબંધ પર નકારાત્મક અસર કરે છે.

ક્રિસ્ટીનાએ કહ્યું કે મેં દોષીની દલીલો સાંભળી છે અને આ વાતને નોટિસ કરી છે કે તે એક સિંગલ મધર છે અને તેને પોતાની હરકત પર પસ્તાવો છે. જોકે એ પણ સત્ય છે કે તેની આ સજા સમાજમાં એક સંદેશ આપવાનું કાર્ય કરશે.

આ મામલો ચર્ચામાં ત્યારે આવ્યો હતો જયારે અમેરિકાની પોપ્યુલર મહિલા રેપર કાર્ડી બીએ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેણે જણાવ્યું કે મેં અમેરિકામાં આવા કેટલાય ફોટોશૂટ્સ જોયા છે. જો કે, આ મારી સ્ટાઈલ નથી. મને એવું નથી લાગતું કે તે કોઈ પ્રકારે ફોટોને સેકશુઅલી પ્રમોટ કરવા માગતી હતી. તો પણ જેલની સજા આ માટે ઘણી છે. મને લાગે છે કે તે આ ફોટોના આધારે નેચરલ સ્ટાઈલ પ્રમોટ કરી રહી હતી.

(9:51 am IST)