Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલ તણાવને લઈને યુક્રેનના સંરક્ષણ પ્રધાને મોસ્કોની આપી ધમકી

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે જારી તનાવના વચ્ચે યુક્રેનના સંરક્ષણ પ્રધાને મોસ્કોને ધમકી આપી છે. યુક્રેનના સંરક્ષણ પ્રધાન ઓલેક્સી રેઝનિકોવે સીએનએન સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે જો રશિયા યુક્રેન પર હુમલો કરે છે તો ખરેખર નરસંહાર થશે. જો મોસ્કો હુમલો કરે છે તે રશિયનો કબર ભેગા થશે. તેણે અમેરિકન પ્રમુખ બાઇડેનને મોસ્કો સામે મજબૂતીથી ઊભા રહેવા અપીલ કરી છે. યુક્રેનના વિવાદને લઈને ટૂંક સમયમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાડીમીર પુટિન અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન વિડીયો કોન્ફરન્સ કરવાના છે. અમેરિકા સહિત યુરોપીયન દેશોએ યુક્રેન સરહદ પર રશિયન સૈનિકોના જમાવડા પર સવાલ ઉઠાવ્યા છે. ગયા સપ્તાહે અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કેને જણાવ્યું હતું કેઅમે દરેક પ્રકારની અનિશ્ચિત ઘટનાઓ માટે તૈયાર છીએ.

 

(5:18 pm IST)