Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઓએમજી....આ સાપ નથી.....આ છે એક વિશિષ્ટ માછલી

નવી દિલ્હી: વિશ્વમાં લૂપ્ત થઇ રહેલી ઇલ માછલીનો અબજો રુપિયાનો ગેર કાયદેસર વેપાર ધમધમે છે.  એક જમાનામાં બ્રિટનની ટેમ્સ નદીમાં વિપૂલ પ્રમાણમાં ઇલ માછલીઓ જોવા મળતી હતી. ૧૯૦૨માં એક લેખકે તેના વર્ણનમાં લખ્યું હતું કે બંને કાંઠા કાળા થઇ ગયા છે અને લોકોની આવન જાવન પણ ઓછી થઇ ગઇ છે. આ એક લૂપ્ત પ્રજાતિ છે જેનો  ૧૦૦ વર્ષમાં ૯૫ ટકા ઘટાડો થયો છે. એમાં પણ છેલ્લા ૩૦ વર્ષમાં અંગિલા નામની યૂરોપિય ઇલ માછલીમાં ૯૦ ટકા જેટલો ઘટાડો થયો છે. જો આ રીતે ઇલ માછલીનો ગેર કાયદેસર વેપાર થતો રહેશે તો આવનારા ૨૦ થી ૩૦ વર્ષમાં એક પણ પુખ્ત ઇલ બચી હશે નહી. બ્રિટનમાં પુખ્ત ઇલ પકડવા પર પ્રતિબંધ છે એટલું જ નહી નાની ગ્લાસ ઇલને પણ પકડવાની મનાઇ છે. એક તંદુરસ્ત ઇલ માછલીના ૧૦ થી ૧૫ યુરો ડોલર મળે છે. આથી પૈસા કમાવાની લાલચમાં આવીને યૂરોપમાં સેંકડો ટન ઇલ પકડવામાં આવે છે. ફ્રાંસમાં દર વર્ષે ૬૦ થી ૬૫  ટન ઇલ માછલીનો કારોબાર ધમધમે છે.  ચીન અને જાપાન યૂરોપિયન ઇલના સૌથી મોટા ગ્રાહક માનવામાં આવે છે. દક્ષિણ એશિયામાં ઇલનો વપરાશ સેકસની ક્ષમતા વધારનારા ભોજન તરીકે થાય છે.

(5:40 pm IST)