Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા

જાકાર્તા, તા.૯: કોઈ પણ પ્રકારની ઇમર્જન્સી કે અર્જન્સી હોય તો પણ કોઈ પ્રસંગમાં જતાં જરા ઠીકઠાક કપડાં પહેરવાની અને તૈયાર થવાની તકેદારી તો માણસ રાખેજ ને, પણ ઇન્ડોનેશિયાના એક ભાઈ પોતાનાં જ લગ્નમાં ફકત શોર્ટ્સ પહેરીને બેસી ગયા હતા. એ તસવીર સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર દ્વારા વાઇરલ થઈ છે.

સુપ્રાપ્તો નામનો વર એલિન્દા ક્રિસ્ટિયાનીને પરણ્યો એ ઘટના લાખો લોકો માટે અચરજનો વિષય બની છે. એલિન્દાએ જણાવ્યું કે 'લગ્નના ચાર દિવસ પહેલાં મારો પતિ પેટ્રોલ ખરીદવા ગયો ત્યારે મોટરસાઇકલ પરથી પડી ગયો હતો. એમાં તેણે ઓપરેશન કરાવવું પડ્યું હતું એટલે તે આખો વેડિંગ ડ્રેસ પહેરી શકે એવી સ્થિતિમાં નહોતો.' આ લગ્ન પૂર્વ જાવામાં એલિન્દાના નિવાસસ્થાને યોજાયાં હતાં. ટ્વિટર પર વરરાજાની આ વિચિત્ર ઘટનાની તસવીરોને ૧૪,૫૦૦ લાઇકસ મળી છે અને એની ૨૫૦૦ રીટ્વીટ્સ નોંધાઈ છે.

(3:00 pm IST)
  • IPL 2021 ના તમામ મેચના લાઈવ સ્કોર જોવા માટે જોતા રહેજો www.akilanews.com વેબસાઈટ : દેશભરમાં કોરોના પોતાનો કાળો કેર વરસાવી રહ્યો છે. તે વચ્ચે આઈપીએલની શરૂઆત થવા જઈ રહી છે. તેથી ઘરે બેઠા લોકો ડરના માહોલ વચ્ચે મનોરંજન મેળવી શકશે અને રિલેક્શ પણ અનુભવી શકશે. વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આજે સાંજે 7.30 વાગે આઇપીએલ-14ની પ્રથમ ટક્કર થશે. access_time 9:24 am IST

  • ભારતમાં અમેરીકી કંપની જોન્સન ઍન્ડ જોન્સન આગામી સમયમાં તેની સીંગલ શોર્ટ કોવિડ વેક્સીનની કલીનીકલ ટ્રાયલ શરૂ કરી દેશે access_time 3:55 pm IST

  • કોરોના નાથવા સરકાર લોકડાઉન કે આંશિક લોકડાઉનનો સહારો લઇ રહી છે. મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ઘણા દિવસોથી વેપાર ધંધા ઠપ્પ છે. લોકડાઉન એ ઉપાય નથી. માટે વેપારીઓએ કોરોનાથી નહીં, ભૂખમરાથી મરીશુ એવા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકડાઉન ન લદાય એ માટે લોકોએ પણ જવાબદાર બનીને બિનજરૂરી હર-ફર બંધ કરવી જોઇઅ, માસ્ક પહેરીને જ બહાર જવું જોઇએ. access_time 10:45 am IST