Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

૧૦ વર્ષ વધારવું છે આયુષ્‍ય ???

બ્‍લુબેરી, લીલા પાનવાળા શાકભાજી અને એવોકાડો નિયમીત ખાવ

લાંબુ અને આરોગ્‍યપ્રદ જીવન જીવવું એ ઘણાંનું સ્‍વપ્‍ન હોય છે. પછી તે નિવૃતિના વર્ષોના આનંદ માટે હોય, આપણા પૌત્ર-પૌત્રીઓને મોટા થતા જોવા માટે હોય કે સાવ શાંતિપુર્વક આરોગ્‍યપ્રદ જીવન જીવવા માટે હોય. પણ આના માટે તમે શું ખાઓ છો તે બહુ મહત્‍વનું છે.
કેટલાય અભ્‍યાસોમાં જાણવા મળ્‍યું છે કે આરોગ્‍યપ્રદ ખોરાક મધ્‍ય વયના પુખ્‍ત લોકોનું આયુષ્‍ય ૬ થી ૭ વર્ષ અને યુવાન વયના લોકોનું આયુષ્‍ય ૧૦ વર્ષ જેટલું વધારી શકે છે. રિસર્ચમાં એ પણ જણાયું છે કે પヘમિી ખોરાકમાંથી જો તમે યોગ્‍ય આહાર તરફ ૬૦ વર્ષની વયે વળો તો તમારૂં આયુષ્‍ય ૮ વર્ષ જેટલું વધી શકે છે.
આ વાતને ધ્‍યાનમાં રાખીને અહીં તમને કેટલાક પદાર્થો તમારા આહારમાં નિયમીત રીતે ઉમેરવા ભલામણ કરીએ છીએ જેનાથી તમારૂં આયુષ્‍ય તો વધશે જ સાથે ઉંમરના કારણે થતા ઘણાં રોગોની સંસ્‍થા ઘટાડવામાં મદદરૂપ થશે.
(૧) બેરી
બેરીમાં ખાસ પ્રકારના ફલેવોનોઇડ તત્‍વો હોય છે જે ડીએનએનુ નુકસાન કરતા પરિબળો સામે લડે છે અને મગજના કોષોને ઉંમરને કારણે થતા નુકસાનને ધીમુ પાડે છે. ઘણાં બધા અભ્‍યાસોમાં જાણવા મળ્‍યું છે કે બ્‍લ્‍યુ બેરી મગજના યાદશકિતવાળા વિભાગને ઓકસીડન્‍ટથી રક્ષણ આપે છે અને તેના લીધે આયુષ્‍યમાં વધારો થઇ શકે છે.
(ર) લીલા પાનવાળા શાકભાજી
અમેરિકન વિજ્ઞાનીઓના એક અભ્‍યાસનું તારણ છે કે કલે, પાલખ, સ્‍વીસ ચાર્ડ જેવા ઘેરા લીલા પાનવાળા શાકભાજી ફેરફાર થતા રોકે છે જેના લીધે આયુષ્‍ય ર વર્ષ જેટલું વધી શકે છે.
ડોકટરોએ કહ્યું કે અભ્‍યાસમાં પુરવાર થયેલું છેકે આપણો રોજીંદો ખોરાક આપણું આરોગ્‍ય નકકી કરે છે એટલું જ નહીં લીલા પાનવાળા શાકભાજી આપણું આયુષ્‍ય વધારવા ઉપરાંત સ્‍થુળતા, હૃદયરોગ, ડીસેન્‍શીયા અને હાઇ બીપી જેવા રોગો સામે રક્ષણ પણ આપે છે.
સ્‍વસ્‍થ હૃદય માટે લીલા શાકભાજી બહુ કામના છે. તેમાં પોટેશ્‍યમ હોય છે જે બ્‍લડ પ્રેશર ઘટાડે છે, રેસા કોલેસ્‍ટ્રોલને નિયંત્રણમાં રાખે છે જયારે તેમાં રહેલ ફોલેટ હૃદયરોગ અને સ્‍ટ્રોક સામે રક્ષણ આપે છે.
(૩) એવોકાડો
એવોકાડોમાં બહુ ચરબી હોય છે જેમાંથી ૬૦ ટકા મોનો અનસેચ્‍યુરેટેડ ચરબી હોય છે. રીસર્ચ અનુસાર આ ચરબી હૃદયરોગ સામે રક્ષણ આપવામાં અને બ્‍લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે.
આ ઉપરાંત તેમાં ભરપુર માત્રામાં પોટેશ્‍યામ, ફોલેટ અને રેસા છે. આ બધા તત્‍વો હૃદય માટે ફાયદાકારક છે. મેડીકલ ન્‍યુઝમાં જણાવાયું છે કે એવોકાડોમાં વીટામીન સી.ઇ.કે. અને બી૬ ઉપરાંત રીબોફલેવીન, નીઆસીન, ફોલેટ, પેન્‍ટોથેનીક એસીડ, મેગ્નેશ્‍યમ અને પોટેશ્‍યમ હોય છે. આ બધા તત્‍વો આપણી તંદુરસ્‍તી અને આયુષ્‍ય વધારવામાં મદદરૂપ બને છે. (જેસીકા નીબ્‍સનો પ્રસિદ્ધ થયેલ હેવાલ સાભાર)

 

(3:33 pm IST)