Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

પાકકીસ્તાનમાં વીજળી બચાવવાના ભાગ રૂપે સરકારે લીધો અનોખો નિર્ણય

નવી દિલ્હી: વીજળી બચાવવાના પ્રયાસોના ભાગરૂપે, પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદ શહેરમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્નના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાનો અને રાત્રે 8:30 વાગ્યે દેશભરના બજારો બંધ કરવાનો નિર્ણય લીધો છે. મળતી માહિતી પ્રમાણે વડાપ્રધાન શાહબાઝ શરીફની અધ્યક્ષતામાં વીજળી સંકટને લઈને મળેલી બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી સિવાય તમામ પ્રાંતોના મુખ્યમંત્રીઓએ ભાગ લીધો હતો. વિજળીની ગંભીર કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાને વીજળીના વપરાશને ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે અને હવે ઇસ્લામાબાદમાં રાત્રે 10 વાગ્યા પછી લગ્ન સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં આવશે જે 8 જૂનથી લાગુ થશે. હાલના સમયમાં પાકિસ્તાનની વીજળીના સંકટને કારણે તેની અર્થવ્યવસ્થાને પણ અસર કરી છે, જેના કારણે નેશનલ ઈકોનોમિક કાઉન્સિલ (NEC) એ દેશભરના બજારો (સ્થાનિક સમય મુજબ) રાત્રે 8.30 વાગ્યે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.

 

(6:37 pm IST)