Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ તાઈવાનની નજીક લડાયક કવાયત શરૂ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) એ તાઈવાનની આસપાસ લડાયક કવાયતો ફરી શરૂ કરી છે. ચીને અમેરિકા સાથેના સંબંધોને ટાંકીને તાઈવાનને ખતરનાક ગણાવ્યું છે. છેલ્લા મહિનામાં આ ત્રીજી વખત છે જ્યારે ચીની સેનાએ તાઈવાનની આસપાસના વિસ્તારમાં સૈન્ય અભ્યાસની જાહેરાત કરી છે. તાઈપેઈ અને વોશિંગ્ટન વચ્ચેની મિલીભગત સામે ચીને તેને 'કોમ્બેટ રેડીનેસ પેટ્રોલ' ગણાવ્યું હતું. કવાયતની ઘોષણા કરતા, પીએલએના ઇસ્ટર્ન થિયેટર કમાન્ડે કહ્યું કે તે યુએસ-તાઇવાનની મિલીભગત સામે તાત્કાલિક કાર્યવાહી છે. PLAએ કહ્યું કે અમેરિકા તાઈવાનને ખતરનાક સ્થિતિમાં ધકેલી રહ્યું છે. જોકે, PLAએ સૈન્ય કવાયતની કોઈ વિગતો જાહેર કરી નથી. PLAની આ કવાયત ત્યારે સામે આવી જ્યારે ચીનના 30થી વધુ ફાઈટર જેટ્સે તાઈવાનની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું. એક દિવસ પછી, મજબૂરીમાં, ચીને ઔપચારિક રીતે કવાયતની જાહેરાત કરવી પડી. ચીનના વિમાનો હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ તાઈવાનની વાયુસેનાએ પણ તાત્કાલિક કાર્યવાહી કરી અને તેમના ફાઈટર પ્લેન દ્વારા તેમને ભગાડી દીધા.

 

(6:37 pm IST)