Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

65 વર્ષની વયે જો વારંવાર ખરાબ સ્વપ્ન આવતા હોય તો છે આ જોખમ

નવી દિલ્હી: જો 65 વર્ષથી વધુ ઉંમરના વયસ્કોને લાંબા સમયથી ખરાબ સપનાં આવી રહ્યાં હોય તો તેઓ પાર્કિન્સન રોગના શિકાર હોઈ શકે છે. બર્મિંઘમ યુનિવર્સિટીના ન્યૂરોલોજિસ્ટ આબિદેમી ઓટાઇકૂએ હાલમાં જ એક સ્ટડીમાં આ ખુલાસો કર્યો છે. સમગ્ર દુનિયામાં આ બીમારી 40 લાખ લોકોને છે એટલે કે એક લાખમાંથી 13 લોકોને થાય છે. શોધમાં સામે આવ્યું કે જ્યાં સુધી આ બીમારી વિશે ખબર પડે છે ત્યાં સુધી વ્યક્તિ પોતાના મસ્તિષ્કમાંથી 60થી 80% સુધી ડોપામાઇનરિલીજિંગ ન્યૂરોન ગુમાવી ચૂક્યો હોય છે. જેથી તેનાથી બચવા માટે 65 વર્ષથી વધુના વયસ્કો, ખાસ કરીને પુરુષોને તેમનાં સપનાંઓ વિશે પૂછીને કે તેમના શરીરના હિસ્સાઓની મૂવમેન્ટને જોઈને પાર્કિન્સનનાં પ્રારંભિક લક્ષણો વિશે જાણી શકાય છે. રિસર્ચ જણાવે છે કે સપનાંઓથી આ બીમારી વધવાની શક્યતા 5 ગણી વધી જાય છે. જોકે એ સારી બાબત છે કે ખરાબ સપનાંઓથી પાર્કિન્સન જેવી બીમારી વિશે જાણી શકાય છે, નહીં તો બીમારીની પુષ્ટિ માટે કરવામાં આવતા ટેસ્ટ ઘણા મોંઘા હોય છે. પાર્કિન્સનના એક ચતુર્થાંશ દર્દી ખરાબ સપનાંઓના શિકાર થાય છે. કેટલાક દર્દી તો એવા પણ છે જેમને 10 વર્ષથી ખરાબ સપનાં આવી રહ્યાં છે.

 

(6:38 pm IST)