Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

બલુચિસ્તાનમાં 23 વર્ષમાં 8 હજાર લોકો ગુમ થયા હોવાની માહિતી

નવી દિલ્હી: પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સુરક્ષાદળો દ્વારા બલોચોનું દમન થંભી રહ્યું નથી. તેને લઈને લોકોમાં ભારે રોષ છે. બલોચ વિદ્યાર્થી નેતા જાકિર માજિદ બલોચના ગુમ થયાના બુધવારે 14 વર્ષ થઈ ગયાં. તેનો કોઈ પુરાવો ન મળતા ક્વેટામાં આ મામલે દેખાવો કરાયા હતા. દેખાવોમાં સામેલ વૉઈસ ફોર બલોચ મિસિંગ પર્સનનું કહેવું છે કે બલોચો પર સૈન્ય તથા અન્ય સુરક્ષાદળોના અત્યાચાર વધી રહ્યા છે. બલોચોને નાગરિક અધિકારોથી વંચિત કરાઈ રહ્યા છે. અંદાજે ગત 22-23 વર્ષમાં આશરે 8000 લોકો ગુમ થઈ ચૂક્યા છે. અહેવાલ અનુસાર બલુચિસ્તાન પ્રાંતના કાર્યકર ગુમ લોકોની યાદીમાં સૌથી ટોચે છે. બલોચ રાષ્ટ્રવાદી કાર્યકર નાગરિક અધિકારોની રક્ષા અને ચીન-પાક. આર્થિક કોરિડોર(સીપીઈસી)નો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે અમુક નોકરીઓ આપી બલોચોને તેમના પ્રાકૃતિક સંસાધનોથી વંચિત કરાઇ રહ્યા છે. તે જાહેરમાં ફરી નથી શકતા અને ન તો અન્ય વિદ્યાર્થીઓની જેમ સામાન્ય રીતે કામ કરી શકે છે. પોલીસ કાર્યવાહીના વિરોધમાં બલુચિસ્તાન વિદ્યાર્થી પરિષદના એક આહવાન પર વિદ્યાર્થીઓ લાહોર, કરાચી, ફૈસલાબાદ અને ઈસ્લામાબાદમાં દેખાવ કરી રહ્યા છે.

 

(6:39 pm IST)