Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

50 વર્ષ પહેલા રશિયાએ લોન્ચ કરેલ અવકાશયાન ધરતી પર ખાબકે તેવી માહિતી

નવી દિલ્હી: રશિયાએ 50 વર્ષ પહેલા સ્પેસમાં મોકલેલુ વિનસ સ્પેસ પ્રોબ નામનુ અવકાશ યાન હવે ધરતી પર ખાબકવાની તૈયારીમાં છે. જેને ધરતી પરના લોકો માટે મોટા ખતરા તરીકે જોવામાં આવી રહ્યુ છે. 1972માં વિનસ સ્પેસ પ્રોબને રશિયાએ લોન્ચ કર્યુ હતુ. જોકે લોન્ચ બાદ તે ફેલ થઈ ગયુ હતુ. અવકાશ યાનને બુધ ગ્રહ તરફ જવાનુ હતુ પણ તે ધરતીની ભ્રમણકક્ષામાંથી ક્યારેય બહાર જઈ શક્યુ નહોતુ. હવે આ અવકાશ યાન ધરતીની અંતિમ ભ્રમણકક્ષામાં છે અને તેનો અર્થ એ છે કે, તે ભવિષ્યમાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરીને ખાબકી શકે છે. આ સમયગાળો 2025 થી 2026 વચ્ચેનો હોઈ શકે છે. તેની ડીઝાઈન એવી છે કે, પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશથી વખતે થનારા ઘર્ષણથી તે સળગે તેવી શક્યતા ઓછી છે. આમ તેના ટુકડા ધરતી પર ખાબકે તો લોકો માટે ભયજનક બની શકે છે. એવુ મનાઈ રહ્યુ છે કે, આ અવકાશયાન એશિયા અથવા યુરોપના કોઈ હિસ્સામાં તુટી પડે તેમ છે.

 

(6:41 pm IST)