Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

આ છે દુનિયાનો સૌથી ઊંચો બોડી બિલ્ડર:4 માણસો જેટલો છે ખોરાક

નવી દિલ્હી: દુનિયામાં એક થી વધીને એક બોડી બિલ્ડર થયા છે. આર્નોલ્ડ શ્વાર્જનેગર, રોની કૉલમેન, ફીલ હીથ વગેરે. ઘણા લોકો આવા બોડી બિલ્ડર્સના ફેન છે અને તેમને ફોલો પણ કરે છે. તેઓનો ખોરાક પણ ઘણો વધુ હોય છે. પૌષ્ટિક પણ હોય છે. આવા એક બોડી બિલ્ડરનું નામ છે : ઓલિવિયર રિકટર્સ. તે નેધરલેન્ડનો નાગરિક છે. ઊંચાઈ ૭' છે. તે એક એકટર પણ છે. તેની ઊંચાઈને લીધે તેનું નામ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધાયુ છે.

આ ઓલિવિયરનું વજન ૧૫૦ કિ.ગ્રા. છે. તે હોલીવૂડ મુવીઝમાં પણ કામ કરે છે. તેણે કહ્યું કે તે પહેલા ૬૫૦૦ થી ૭૦૦૦ કેલરી લેતો હતો. ધી ઇલેકિટ્રકલ લાઇફ ઓફ લુઇ વેન મુવીમાં તેમણે એક બોકસરની ભૂમિકા ભજવી છે. તે માટે તેમને વજન ઘટાડવું પડે તેમ હતું. તેથી તેમણે ખોરાક ઘટાડયો તેમ છતાં આ વેઇટલોસ દરમિયાન પણ તેથી તે સમયે માત્ર ૫ હજાર કેલરી જ મળે તેટલો જ ખોરાક લેતા હતા.

પોતાના ઇન્ટરવ્યુમાં તેમણે ૫૦૦૦ કેલરી ધરાવતા ડાયેટમાં ૩૦૦ ગ્રામ પ્રોટિન મુખ્ય છે. તે માટે તેઓ સેલ્મન માછલી, વ્હે પ્રોટિન અને પૉટસ લે છે. તેઓ જે શેક લે છે શેકમાં ૭૦૦ કેલરી મળે છે. તેઓ દિવસમાં ૬-૭ વાર ભોજન લે છે. પરંતુ તેમાં પ્રવાહીનું પ્રમાણ વધુ હોય છે.

(7:07 pm IST)