Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના મહામારી વચ્ચે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ અનોખો રસ્તો શોધી લોકોને ફિલ્મ જોવાનો આનંદ આપ્યો

નવી દિલ્હી: કોરોના મહામારીના ખોફના કારણે હાલ સિનેમા હોલમાં ફિલ્મોની મોજ માણવાનું દુષ્કર બન્યું છે. સ્ટેડિયમમાં શોરગૂલ સાથે મેચનો આનંદ પણ સૌ કોઇએ ગુમાવી દીધો છે ત્યારે લોકો આ આનંદ ઉઠાવી શકે તે માટે બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રીએ એક નવો રસ્તો ખોળ્યો છે. જે મુજબ આના માટે કોવિડ-19 પાસ જાહેર કરવાની તૈયારી કરી છે.

             આ પાસ ધરાવનાર થિયેટરમાં ફિલ્મ અને સ્ટેડિયમમાં રમતનો આનંદ માણી શકશે અને તે પણ સોશિયલ ડીસ્ટન્સના અમલની ચિંતા વગર. બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી મેટ હેન્કોકે જણાવ્યું હતું કે દર્શકોને 24 કલાકની વેલિડીટીવાળો કોવિડ-19 પાસ વિતરીત કરાશે જે રેપિડ ટેસ્ટના પરિણામ પર આધારિત હશે. આ પાસ એ બાબતની ગેરંટી આપશે કે સંબંધિત વ્યક્તિ કોરોના સંક્રમણથી મુક્ત છે. તેના નિશ્ર્ચિત સમયગાળામાં ભીડમાં ભળવાથી કે મોજમસ્તી કરવાથી કોઇ જોખમ નથી.

(5:37 pm IST)