Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

જાપાનના એક શખ્સે બનાવ્યું મશરૂમ આકારનું ઘર

નવી દિલ્હી: પોતાનું ઘર અન્ય લોકો કરતા અનોખુ હોય તેવું દરેકનું સપનું હોય છે. જો કે તાજેતરમાં સોશિયલ મિડીયામાં એક અનોખા ઘરની તસ્વીર ભારે વાયરલ થઇ છે. મશરૂમ જેવા આ અનોખા ઘરની તસ્વીર જાપાનના એક વ્યકિતએ ટિવટર પર શેર કરી હતી. જે પછી આ 'મશરૂમ હાઉસ'ની તસ્વીર વાયરલ થઇ હતી. સૌથી પ્રથમ તો આ ફોટો 'ફોટોશોપ' ની કમાલ હોવાનુ માનવામાં આવતુ હતુ. જો કે બાદમાં ગુગલ અર્થની મદદથી આ ઘરનું સરનામુ પણ શોધી કાઢવામાં આવ્યુ હતુ.આ ઘર તાકાશિમા શહેર પાસેના અંઝુમિગાવા ટાઉન રોડ પર આવેલુ છે.

(5:38 pm IST)
  • સરખામણીની જરૂર નથી, સારા બોલરોનો આનંદ લ્યોઃ બ્રોડ : ઇન્સ્ટાગ્રામમાં ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રોડના એક ફોટા ઉપર કોમેન્ટ કરતા એક ચાહકે લખ્યું કે તમે જસપ્રીત બુમરાહની જેમ મહાન નથી. જેનો જવાબ આપતા બ્રોડે કહયું કે તેને પ્રેમ કરૂ છું, તે મારા પસંદગીના ખેલાડીનો એક છે હું તમારાથી સહમત છું: પરંતુ બરાબરીની જરૂર નથી, સારા બોલરોનો આનંદ લ્યો. access_time 3:19 pm IST

  • જેટલા ડ્રગ્સનો કેસ રીયા પર બન્યો છે એટલો ગાંજો દિલ્હીના રસ્તા પર મળે છે : પૂર્વ એસીપી : દિલ્હી પોલીસના નિવૃત્ત એસીપી વેદ ભૂષણ કહે છે કે રીયા વિરૂધ્ધ કેસ ઘણો નબળો અને હાસ્યાસ્પદ છે. જેટલા ડ્રગ્સનો કેસ રીયા પર બન્યો છે તેટલો ગાંજો દિલ્હીના રસ્તા પર રોજ મળે છે. રીયા પાસેથી ડ્રગ્સ મળી નથી તેથી આ કેસ ઘણો નબળો છે. તેમણે કહ્યું છે કે, દિલ્હીની અંદર તમે રસ્તા પર ચાલ્યા જતા હોય તો હું તમને અહીંથી બેઠા બેઠા કહી શકું કે કયાં ગાંજો મળે છે access_time 11:36 am IST

  • બપોરે ૪ વાગ્યે :ગાંધીનગરમાં ધોધમાર વરસાદ : ધીનગરમાં આજે બપોરે એકાએક વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો :બપોરના સમયે સાંજ જેવું વાતાવરણ :વિજળીના કડાકા - ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ access_time 4:30 pm IST