Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

બ્રિટિશના દરિયા કિનારે મળી આવ્યો વિચિત્ર પ્રકારનો સમુદ્રી જીવ

નવી દિલ્હી: બ્રિટિશ બીચ પર વિચિત્ર સમુદ્રના જીવો જોવા મળ્યા હતા. 47 વર્ષના માર્ટિન ગ્રીન, જ્યારે પરિવાર સાથે વેકેશન પર હતા ત્યારે તે નોર્થ વેલ્સના કર્નારફોન કિનારે તેને એક વિચિત્ર વસ્તુ જોઇ હતી. ગ્રીન અને તેના પરિવારે, પહેલા તો વિચાર્યું તે માત્ર એક વિચિત્ર દેખાતો ભાગ હતો. સ્કોટિશ સનના સમાચાર અનુસાર, જ્યારે તેઓ નજીક જઈને જોયું ત્યારે ડ્રિફ્ટવુડનો ટુકડો ખરેખર હજારો દરિયાઇ જીવોથી ઢંકાયેલો હતો.તેણે ફેસબુક પર જે ફૂટેજ શેર કર્યા છે તેમાં ભયાનક જીવો તેના સફેદ વર્તુળમાંથી બહાર આવતા જોઇ શકાય છે, જેને તેમણે "જોવાનું રસપ્રદ" ગણાવ્યું છે.ગ્રીન લિવરપૂલ ઇકોને કહ્યું કે, 'મારી પત્નીએ આ વસ્તુ જોઇ, અમે બધા બીચ થી બહાર આવી ગયા હતા. તેણે કોલ કરી બોલાવ્યો અને અમને કહ્યું, પાછા આવો, આ જોવો . જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને જોયું, તો પહેલા લાગ્યું કે તે આ દુનિયાના નથી.

(5:39 pm IST)