Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

દાદીએ કરેલ ભવિષ્યવાણી થઇ સાબિત :18 વર્ષના પોત્રને લાગી 8 કરોડની લોટરી

નવી દિલ્હી: ક્યારે કોની કિસ્મત બદલાઈ જાય તેની કોઈ ગેરંટી નથી. પલક ઝપકતા જ ઠાઠની જિંદગી જીવનાર રોડ પર આવી જાય છે જ્યારે ગરીબી સામે લડનાર લોકો ક્ષણભરમાં કરોડોના માલિક બની જાય છે. આ બધુ નસીબની વાત છે. 

ખાસકરીને લોટરીની દુનિયામાં કંઈ પણ થઈ શકે છે. અમેરિકામાં 18 વર્ષના એક યુવકે એક જ ક્ષણમાં 1 મિલિયન ડોલર એટલે કે લગભગ 8 કરોડ 21 લાખ રૂપિયા જીતી લીધા છે. ખાસ વાત એ છેકે આ યુવકના દાદાએ 2 અઠવાડિયા પહેલા જ તેના કરોડો જીતવાની ભવિષ્યવાણી કરી હતી. 

વિગતો અનુસાર ડાલ્ટન રેડફોર્ડ પોતાની બીજી નોકરી માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે એક સ્ટોરમાંથી એક એનર્જી ડ્રિંક અને બે સ્ક્રેચકાર્ડ ખરીદ્યા. 18 વર્ષના રેડફોર્ડે કહ્યુ, હુ મારી બીજી નોકરી પર જઈ રહ્યો હતો. આ દરમિયાન એક સ્ટોર પર હુ એક સફેદ મોન્સ્ટર ડ્રિન્ક અને બે કેરોલિના જેકપોટ ટિકિટ ખરીદવા માટે રોકાયો. 

(5:29 pm IST)