Gujarati News

Gujarati News

News of Friday, 9th December 2022

બ્રિટનમાં મહિલાની કબરમાંથી મળી આવી 1300 વર્ષ જૂનો ખજાનો

નવી દિલ્હી: યુકેમાં ખોદકામ દરમિયાન પુરાતત્વવિદોને જે મળ્યું તે જોઈને ટીમ દંગ રહી ગઈ. એક કબરની અંદરથી સોના અને કિંમતી પથ્થરોથી બનેલો અમૂલ્ય હાર મળી આવ્યો છે. સંશોધકોનું માનવું છે કે જે મહિલાની કબરમાંથી આ હાર કાઢવામાં આવ્યો છે તે શાહી પરિવાર સાથે સંકળાયેલી હશે. કબરની અંદર મળેલો આ હાર સોના, કાચ, અનેક કિંમતી પથ્થરો અને પ્રાચીન રોમન સિક્કાઓથી બનેલો છે. બ્રિટનમાં આ શોધને હાર્પોલ ટ્રેઝર કહેવામાં આવે છે. ચોંકાવનારી વાત એ છે કે માળાની સાથે તાંબાની થાળી અને બે માટીના વાસણો પણ સમાધિમાં દફનાવવામાં આવ્યા હતા. પુરાતત્વવિદોને કબરમાંથી એક મોટો ચાંદીનો ક્રોસ પણ મળ્યો છે, જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ મહિલા કોઈ મહાન ખ્રિસ્તી શિક્ષક હોઈ શકે છે. સંશોધકોનું કહેવું છે કે હવે આ શોધનો અભ્યાસ કરવામાં આવશે, ત્યારબાદ ઘણી મહત્વની બાબતો જાણી શકાશે. જોકે તેના અભ્યાસમાં ઓછામાં ઓછા બે વર્ષ લાગશે. નિષ્ણાતોના મતે, અગાઉ પણ બ્રિટનના ઘણા વિસ્તારોમાં ખોદકામ દરમિયાન આવા પ્રાચીન હાર મળી આવ્યા હતા. પરંતુ કોઈ પણ હાર્પોલના ખજાના જેવું નહોતું. સાઇટ સુપરવાઇઝરે કહ્યું કે છેલ્લા 17 વર્ષમાં આ પહેલીવાર છે જ્યારે તેમને ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે.

(5:29 pm IST)