Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ચીનના ચાંગ-ઈ- 5 લુનાર પ્રોબે ચંદ્રની મોટી ખડકોમાં શોધ્યા પાણીના પુરાવા

નવી દિલ્હી: ચીનના ચાંગ ઈ-૫ લુનાર પ્રોબ લેન્ડરે ચંદ્રની માટી અને ખડકોમાં પાણીના સૌપ્રથમ ઓન-સાઈટ પુરાવા શોધી કાઢ્યા છે, જે ઉપગ્રહની શુષ્કતા અંગે નવા પુરાવા આપે છે. સાયન્સ મેગેઝીન 'સાયન્સ એડવાન્સીસ'માં શનિવારે પ્રકાશિત અભ્યાસ મુજબ ચાંગ ઈ-૫ લુનાર પ્રોબે ઉતરાણ કર્યું તે સ્થળ પર ચંદ્રની માટીમાં ૧૨૦ ભાગ પ્રતિ મિલિયન (પીપીએમ) પાણી એટલે કે પ્રતિ ટન ૧૨૦ ગ્રામ પાણી હોવાની સંભાવના છે અને એક વેસ્ક્યુલર ખડકમાં ૧૮૦ પીપીએમ પાણી હોવાની શક્યતા છે. આ સ્થળ પૃથ્વી કરતાં વધુ શુષ્ક છે. રિમોટ ઓબ્ઝર્વેશન દ્વારા અગાઉ પણ ચંદ્ર પર પાણીની હાજરીની પુષ્ટી થઈ હતી, પરંતુ આ યાને હવે ખડક અને જમીનમાં સ્થળ પર જ પાણીના સંકેતો શોધી કાઢ્યા છે. લુનાર લેન્ડરના બોર્ડ પરની ડિવાઈસે રેગોલિથ અને ખડકના પરીક્ષણ કર્યા હતા અને સૌપ્રથમ વખત સ્થળ પર જ પાણી શોધી કાઢ્યું હતું. ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ (સીએએસ)ના સંશોધકોને ટાંકીને સરકારી માલિકીની શિનહુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, પાણીના અણુ અથવા હાઈડ્રોક્સિલથી લગભગ ત્રણ માઈક્રોમીટર્સની ફ્રિકન્વ્સીથી અવશોષિત થતા હોવાથી પાણીની માત્રાનો અંદાજ લગાવી શકાય છે. લિનોએ કહ્યું હતું કે, પૃથ્વી પર ચંદ્ર જેવી સપાટીની સ્થિતિ સર્જવી પડકારજનક છે. તેથી ઇન-સિટુનું માપ ખૂબ જ આવશ્યક છે. તેના પરિણામો ચાંગ ઈ-પાંચના સેમ્પલ્સના પ્રાથમિક વિશ્લેષણ સાથે મેચ થાય છે. આ મિશનના સંશોધનો ચીનના ચાંગ ઈ-૬ અને ચાંગ ઈ-૭ મિશન્સને વધુ સંકેતો પૂરા પાડશે.

(6:19 pm IST)