Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

બ્રિટનમાં થયો ચીનના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ

નવી દિલ્હી: બ્રિટનમાં ચીનના જાસૂસી નેટવર્કનો પર્દાફાશ થયો છે અને તેમાં બ્રિટનના 200 જેટલા શિક્ષકોને જાસૂસી કરવાના ગુનામાં જેલમાં જવાનો ખતરો પણ ઉભો થયો છે, આ જાસૂસી કૌભાંડમાં ઓકસફર્ડ યુનિવર્સિટી પણ લપેટમાં આવી છે. બ્રિટનની 20 યુનિવર્સિટીના લગભગ 200 શિક્ષક ચીનને મદદ કરવાના શંકાના ઘેરામાં આવ્યા છે. જાસૂસી અધિકારીઓ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે કયાંક આ શિક્ષકોએ દગાથી ચીનને વ્યાપક વિનાશના હથિયાર બનાવવામાં મદદ તો નથી કરીને તો પ્રતિષ્ઠિત ઓકસફર્ડ યુનિવર્સિટી પણ વિવાદીત ચીની કંપની સામે 7 લાખ પાઉન્ડ ડોનેશનને લઈને વિવાદમાં આવી છે.

            આ શિક્ષકો સામે નિકાસ નિયંત્રણ આદેશ 2008ના ઉલ્લંઘનની શંકા છે, જો શિક્ષકો અપરાધી સાબીત થયા તો તેમને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. અહેવાલો મુજબ બ્રિટીશ વિદ્વાનોએ એરક્રાફટ, મિસાઈલ ડિઝાઈન, સાઈબર વેપન ચીનને મોકલ્યા છે. હવે બ્રિટીશ અધિકારીઓ આ 200 શંકાસ્પદ શિક્ષકોને નોટીસ આપવાની તૈયારી કરી રહ્યા છે.

(5:27 pm IST)