Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

નાઈજિરીયાની આ મહિલાએ આંઠ મહિનાના ગર્ભ સાથે જીત્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: નાઈજીરિયામાં એક મહિલા એથ્લીટે નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન તાઈક્વોન્ડોમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ મહિલા ખેલાડીના વખાણ ચારેકોર થઇ ગયા છે. તેણે 8 મહિનાનાં ગર્ભ સાથે ભાગ લીધો અને તે ગોલ્ડ મેડલ પણ જીતી. નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલે મહિલાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઇને યુઝર્સ અમિનાત ઇદ્રીસનાં વખાણ કરી રહ્યા છે.વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યું, બેનિનમાં નેશનલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દરમિયાન પ્રેગ્નન્ટ અમિનાત ગોલ્ડ મેડલ જીતી દરેક માટે એક ઇન્સ્પિરેશનલ વ્યક્તિ બની ગઈ છે. અમિનાતને 8 મહિના ગર્ભ છે અને તેણે તાઈક્વોન્ડોમાં મિક્સ પુમ્સે કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.ગોલ્ડ મેડલ જીત્યા પછી અમિરાતે કહ્યું, મારા માટે આ ખુશીની પળ છે. મેં એકવાર નક્કી કરી દીધું હતું અને એ માટે ઘણીવાર ટ્રેનિંગ પણ લીધી. હું પ્રેગ્નન્ટ થઇ તે પહેલાં પણ ટ્રેનિંગ ખૂબ એન્જોય કરતી હતી. આથી પ્રેગ્નન્સી પછી પણ મારા માટે નોર્મલ જ હતું મને કંઈ અલગ લાગતું નહોતું. તાઈક્વોન્ડોની બે બ્રાંચ છે, એક-કોમ્બાટ સ્પોર્ટ અને બીજી પુમ્સે. પુમ્સેમાં એક્સર્સાઈઝ હોય છે.

(5:23 pm IST)