Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

નાસાનું માર્સ હેલીકૉપટર પોતાની પ્રથમ ઉડાન રવિવારના રોજ ભરશે

નવી દિલ્હી:નાસાનું ઈજેનવિનિટી માર્સ હેલીકૉપટર ઇતિહાસ રચવામાં માત્ર બે દિવસની દુરી પર છે. પ્રથમ વાર એવું બનશે જયારે બીજા ગ્રહ પર એક વિમાનના સંચાલન,નિયંત્રિત ઉડાન ભરવામાં સફળતા મેળવશે. જો બધું યોજના મુજબ થશે તો 4 પાઉંડ રોટરક્રાફ્ટ રવિવારના રોજ બપોરના 12 વાગ્યાને 30 મિનિટની આસપાસ મંગળના જેજેરો ક્રેટરથી ઉડાન ભરશે તેવું માલુમ પડી રહ્યું છે. 30 સેકેંડ સુધી જમીનથી 10 ફૂટ ઉપર તે ચાલશે. દક્ષીણી કેલિફોર્નિયામાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરીના મિશન કંટ્રોલ વિશેષજ્ઞોએ આશા જતાવી છે કે સવારે 4 વાગ્યાને 15 મિનિટે ઇડીટીથી પ્રથમ ઉડાન ભરવાનો પ્રયાસ કરવામાં આવશે.

(5:25 pm IST)