Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

બ્રિટનની મહિલાએ ૨૭ સેકન્ડમાં બાળકને જન્મ આપ્યો

પ્રથમ બાળકે માત્ર બાર મિનીટમાં જ જન્મ લીધો હતો

લંડન,તા. ૧૦: દરેક મહિલા માટે મા બનવાનો અહેસાસ  ખાસ હોય છે.  કારણ કે પ્રસૃતિ દર્દ ખુબ પીડાદાયક હોય છે અને તેને સહન કરવાનું દુઃખ એક માતા જ સહન કરીશકે છે. પરતું  બ્રિટેનની એક મહિલા કદાચ આ બધામાંથી પર છે.

તેમને પોતાના બાળકને  માત્ર ૨૭ સેકન્ડમાં જ જન્મ આપ્યો છે.  એટલુ જ નહીં તેને  પ્રસૃતિ થવાના સમય પહેલા ડિલીવરી થવાનો રેકોર્ડ પણ કર્યો છે. બ્રિટનની સોફી બગ દુનિયાની સૈાથી  કિસ્મતવાળી છે કે જેને પ્રસૃતિનો દુખાવો સહન નથી કરવો પડતો. સોફી બગ  ૩૮ સપ્તાહથી પ્રેગ્નેટ હતી.

મોડીરાત્રે ટોયલેટ કરવા બાથરૂમમાં ગઇ અને  ત્યાં જ ટોયલેટ કરવાની જગ્યાએ બાળકને જન્મ આપ્યો હતો. સોફીનું બાળક માત્ર ૨૭ સેકન્ડમાં બહાર આવી ગયુ.  સોફીએ જણાવ્યું હતું કે ફોન પર તેના મિત્ર સાથે મેસેજ પર વાત કરતી હતી તેને સારૂ ફિલ ના થતા  ફોન મૂકીને બાથરૂમમાં ગઇ, ત્યાં કોઇપણ પીડા વગર તેણે બાળકને જન્મ આપ્યો હતો.

સોફીનો પતિ ક્રિસી પણ આ ઘટનાથી અચંબીત થઇ ગયો હતો. બાથરૂમમાં જયારે સોફીએ પોતાના બે પગ વચ્ચે બાળકનું માથુ જોયું તો તેને પોતાના પતિને બુમ પાડી.

ક્રિસીએ પોતાના બાળકને બહાર ખેંચ્યુ અને પત્ની સોફી, બાળક અને માતાને લઇને તત્કાલ હોસ્પિટલ પહોંચ્યો જયાં ડોકટરે બાળક અને સોફીને સ્વસ્થ બતાવ્યા.  ઉલ્લેખનીય છે કે સોફી આ પહેલા પણ બે બાળકોને જન્મ આપી ચુકી છે. પરંતુ આ તેની સૌથી ઝડપી ડિલીવરી હતી. તેના પ્રથમ બાળકે માત્ર બાર મિનીટમાં જ જન્મ લીધો હતો.

(9:45 am IST)
  • સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ તુલસીશ્યામ જગ્યાના મહંત પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુ ૧૦૧ વર્ષની વયે બ્રહ્મલીન થયા : મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુનુ દુઃખદ નિધન થયું છે. સૌરાષ્ટ્ર સહિત મુંબઈ સુધીના તેમના સેંકડો સેવકોમાં શોકનો માહોલ. સોમનાથમાં ચાલી રહેલી રામ કથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો. access_time 3:49 pm IST

  • પુડુચેરીના નવનિયુક્ત મુખ્યપ્રધાન એન. રંગાસ્વામી કોરાના સંક્રમીત થયા છે . હાલ હોસ્પીટલમા સારવાર હેઠળ access_time 12:29 am IST

  • પુડ્ડુચેરીના મુખ્યમંત્રી કોરોનામાં સપડાયા : ખાનગી હોસ્પિટલમાં દાખલ : પુડ્ડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીનો કોરોનાવાયરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયએ જાહેર કર્યું છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેના પગલે લેફ્ટનન્ટ ગવર્નર સુંદરરાજને પણ કોવિડ ટેસ્ટ કરાવી લીધો છે, તેમને કોઈ જ કોરોનાનો લગતા લક્ષણો ન હોવા છતાં આજે ટેસ્ટ કરાવ્યો છે. તેમણે વેકિસનેશન પણ લઈ લીધેલ છે access_time 4:09 pm IST