Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

'ધ વિકેન્ડ ઓસ્ટ્રેલિયન' મા થયેલ એક ખુલાસા મુજબ કોરોના વાયરસ અચાનક નથી આવ્યો....

નવી દિલ્હી: કોરોના વાયરસ-2020માં અચાનક નથી આવ્યો પરંતુ તેની તૈયારી ચીન 2015થી કરી રહ્યું હતું. ચીનની સેના વર્ષ પહેલાં કોવિડ-19 વાયરસને જૈવિક હથિયાર તરીકે ઉપયોગ કરવાનું કાવતરું રચી રહ્યું હતું. 'વિકેન્ડ ઓસ્ટ્રેલિયન'પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં ચીનના એક રિસર્ચ પેપરને આધાર બનાવવામાં આવ્યું છે જેમાં કહેવાયું છે કે ચીન વર્ષ પહેલાંથી સાર્સ વાયરસની મદદથી જૈવિક હથિયાર બનાવવાની કોશિશ કરી રહ્યું હતું.

અહેવાલો અનુસાર ચીની વૈજ્ઞાનિક અને હેલ્થ ઓફિસર્સ 2015માં કોરોનાના અલગ-અલગ સ્ટ્રેન ઉપર ચર્ચા કરી રહ્યા હતા. સમયે ચીની વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ત્રીજા વિશ્ર્વયુદ્ધમાં તેને જૈવિક હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવશે. એવી વાત ઉપર પણ ચર્ચા થઈ હતી કે તેમાં હેરફેર કરીને મહામારીના સ્વરૂપમાં કેવી રીતે બદલી શકાશે.રિપોર્ટમાં વાત ઉપર પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે જ્યારે પણ વાયરસની તપાસ કરવાની વાત આવે છે ત્યારે ચીન પાછળ હટી જાય છે. ઓસ્ટ્રેલિયન સાયબર નિષ્ણાત રોબર્ટ પોટરે કહ્યું કે વાયરસ કોઈ ચામાચીડીયાની માર્કેટમાંથી ફેલાઈ શકે. થિયરી સંપૂર્ણ ખોટી છે. ચીની રિસર્ચ પેપર પર ઉંડો અભ્યાસ કર્યા બાદ રોબર્ટે કહ્યું કે રિસર્ચ પેપર એકદમ સાચા છે. અમે ચીનના રિસર્ચ પેપર પર અભ્યાસ કરતાં રહીએ છીએ જેથી જાણી શકાય કે આખરે ચીની વૈજ્ઞાનિકો વિચારી શું રહ્યા છે.

(6:28 pm IST)