Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મંગળ ગ્રહ પર જીવનની આશા વધી ગઈ હોવાનું વૈજ્ઞાનિકોનું માનવું

નવી દિલ્હી: મંગળ પર જીવનની ખોજ માનવી અનેક વર્ષોથી કરતો આવ્યો છે.હાલના અધ્યયનમાં એવા સંકેત મળ્યા છે, જેનાથી સાબિત થાય છે કે મંગળ ગ્રહ પર જીવનની આશા વધી ગઈ છે.વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે મંગળ ગ્રહ પર હવે ભુગર્ભીય જવાળામુખીઓ સક્રિય થતા જાય છે. મંગળ ગ્રહમાં પરિવર્તનના કારણે વૈજ્ઞાનિકો ત્યાં જીવનની આશા રાખી રહ્યા છે.મંગળ પર જીવનની યોજના છેલ્લા કેટલાંક વર્ષોમાં દુનિયાનાં અનેક દેશોએ પોતાના અભિયાન ચલાવ્યા છે. અમેરીકામાં તો નાસા સિવાય ખાનગી ક્ષેત્ર પણ મંગળ પર જવાની ગંભીરતાથી તૈયારી કરી રહ્યા છે.

   હાલમા મંગળ ગ્રહનાં બારામાં ચોંકાવનારી બાબતો બહાર આવી છે. લાલ ગ્રહ પર જવાળામુખીની ગતિવિધીના પ્રમાણ મળ્યા છે. આટલુ નહિં અહી સપાટીની નીચે તરલ પાણી હોવાના પ્રમાણ પણ મળ્યા છે. મંગળ એક ઠંડી જગ્યા છે.બે વર્ષ પહેલા એક સંશોધનપત્રમાં જાણવા મળ્યુ હતું કે પાણીના તરલ રહેવા માટે સપાટીની નીચે આંતરીક ગરમી ખુબ જરૂરી છે. આઈસલેન્ડના ગ્લેશીયરવાળા જવાળામુખી વિસ્તારોમાં એકસ્ટ્રીમોફાઈલ બેકટેરીયા વિકસે છે. એરીઝોના યુનિ.અને પ્લેનેટરી સાવન્સ, ઈન્સ્ટીટયુટના ખગોળવિંદ ડેવીડ હોવાર્થનું કહેવુ છે

(6:29 pm IST)