Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક પરિવારો તેમના બાળકોના મૃતદેહને દફનાવતા નજરે પડ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે અનેક પરિવારો તેમનાં બાળકોના મૃતદેહોને દફનાવી રહ્યા હતા, માધ્યમિક શાળા ખાતે થયેલા વિસ્ફોટ બાદ કાબુલમાં આવા મંજર છે. ઘટનાનો મૃતકાંક વધીને હવે 60 થઈ ગયો છે અને મૃતકો પૈકી વિદ્યાર્થિનીઓની સંખ્યા વધારે છે.

અફઘાનિસ્તાનની સરકાર હુમલા માટે ઉગ્રવાદી તાલિબાનને જવાબદાર ઠેરવે છે, જોકે સમૂહ તેમની ભૂમિકાને નકારી કાઢે છે. શનિવારના હુમલા માટે નિશાન પર કોણ હતું, અંગે સચોટપણે જાણી શકાયું નથી. હુમલો એવા વખતે કરાયો છે, જ્યારે અફઘાનિસ્તાનમાંથી યુએસ સૈન્ય હઠાવવાની શરૂઆત કરાયા બાદ હિંસામાં વધારો થયો છે. રૉયટર્સ મુજબ તારિક અરિયાને કહ્યું કે, ઘાયલોમાં મોટાં ભાગના વિદ્યાર્થીઓ છે. જોકે, એમણે વિસ્ફોટનું કારણ શું હતું અને તે કોને નિશાન બનાવી કરવામાં આવ્યો તે નથી કહ્યું.

(6:39 pm IST)