Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

રિસર્ચ ક્ષેત્રે 100 અબજ ડોલરનું રોકાણ કરી અમેરિકા આપશે ચીનને ટક્કર

નવી દિલ્હી: અમેરિકન સંસદે ચીન સાથેની આર્થિક હરીફાઇમાં સુધારો કરવા માટે અને ત્યાંની કોમ્યુનિસ્ટ સરકારની ચાલબાજીઓ માટે જવાબદાર ઠેરવવાના ઉદ્દેશથી એક મહત્ત્વપૂર્ણ બિલ પસાર કર્યુ છે. સંસદે મહત્ત્વપૂર્ણ ચીન વિરોધી બિલને ૬૮-૩૨ મતોથી પસાર કર્યુ હતું. બિલ પસાર થવાને સંસદના બહુમતી દળના નેતા ચાક શુમારનો એક મોટો રાજકીય વિજય ગણવામાં આવી રહ્યો છે. યુએસ ઇનોવેશન એન્ડ કોમ્પિટિશન એક્ટ હેઠળ મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાાનિક અને ટેકનોલોજીકલ સંશોધનમાં અમેરિકાની સ્થિતિ મજબૂત કરવા માટે ૧૦૦ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવશે. બિલને કારણે જરૃરી સપ્લાય ચેનની સુરક્ષા અને કટોકટી દરમિયાન સપ્લાય ચેનમાં ઉદભવતા અવરોધોને દૂર કરવા માટે અમેરિકાની શક્તિ વધશે. ઉપરાંત બિલને કારણે નેશનલ સાયન્સ ફાઉન્ડેશનની પ્રવૃત્તિઓ માટે ફંડિંગ વધશે.

(5:50 pm IST)