Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વિશ્વનો સૌથી ઉંડો સ્વીમીંગ પુલઃ ૧૯૬ ફુટ ઉંડાઇઃ ૧૪ મીલીયન લીટર પાણી સમાય

ડીપ ડાઇવ દુબઇ નામનો જગતનો સૌથી ઉંડો સ્વીમીંગ પુલ હવે પબ્લીક માટે ઓપન થઇ ગયો છે. ૬૦.૦ર મીટર એટલે કે ૧૯૬ ફુટ ઉંડો દુબઇનો આ સ્વીમીંગ પુલ ડાઇવીંગના શોખીનો માટેનું આદર્શ એડવેન્ચરસ સ્થળ બની રહેવાની ધારણા છે. ગિનેસ બુક ઓફ રેકોર્ડસે એને વર્લ્ડસ ડીપેસ્ટ સ્વીમીંગ પુલ ફોર ડાઇવીંગ તરીકે માન્યતા આપી છે. આ પુલમાં ૧૪ મીલીયન લીટર પાણી એટલે કે ઓલિમ્પીક સાઇઝના ૬ સ્વીમીંગ પુલ જેટલુ પાણી સમાઇ શકે છે. પાણીનું ટેમ્પરેચર ૩૦ ડીગ્રી સેલ્સીયસ રાખવામાં આવે છે. આ પુલનું એક આકર્ષણ છે. અન્ડરવોટર સીટી, જેમાં ડાઇવરો પાણીમાં ગરક થયેલા એપાર્ટમેન્ટસનો અનુભવ કરી શકે છે. પુલની આસપાસ ડાઇવરોની સેફટી માટે પ૬ કેમેરા ગોઠવવામાં આવ્યા છે. પોલેન્ડનો ૪પ મીટર ઉંડો ડીપસ્પોટ નામનો સ્વીમીંગ પુલ આ પહેલા જગતમાં સૌથી ઉંડો હતો.

(3:00 pm IST)