Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

યુરોપિયન સંસદે બીજિંગ ઓલમ્પિકનો બહિષ્કાર કરતા ચીનને લાગ્યો સૌથી મોટો ઝટકો

નવી દિલ્હી: યુરોપીય સંસદે 2020 બીજીંગ ઓલિમ્પિકમાં બહિષ્કારનું એલાન કર્યું છે સંસદે પ્રસ્તાવ મુકી કહ્યું છે કે ચીન માનવાધિકારોનું ઉલ્લંધન કરી રહ્યું હોવાથી તમામ દેશોએ પોતાના સ્પર્ધકોને ઓલિમ્પિક બીજીંગ જતાં રોકવા જોઈએ. જોકે આ પ્રસ્તાવને માનવા ઈયુનાં સભ્ય દેશોને મજબુર ન કરી શકાય. યુરોપીય સંસદે આ સિવાય હોંગકોંગનાં સરકારી અધિકારીઓ પર પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ પણ મુકયો છે. યુરોપનાં સંસદની આ પ્રસ્તાવ ચીન માટે મોટો ઝટકો સાબિત થયો છે. છેલ્લા કેટલાંક વર્ષોથી ચીન યુરોપનાં દેશો સાથે પોતાનાં સંબંધો મજબુત કરવાના પ્રયાસ કરે છે ત્યારે સંસદનો આ નિર્ણય ચીન માટે જોખમરૂપ બન્યો છે.

(6:29 pm IST)