Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ફાઇઝરની રસીના ત્રીજા ડોઝ અંગે કંપનીઓએ માંગી મંજૂરી

નવી દિલ્હી: કોરોનાના ત્રીજા મોજાની આશંકા અને વાયરસના બદલાતા સ્વ રૂપને જોતાં અમેરિકાની રસી ઉત્પાદક કંપની નાગરિકોને રસીનો ત્રીજો ડોઝ અપાય એ માટે માગણી કરી રહી છે. અમેરિકાની ફાઇઝર - બાયોએનટેક ત્રીજા ડોઝ માટે મંજૂરી મેળવવાની કોશિશમાં છે. કંપનીનો દાવો છે કે કોરોનાને ધરાશાયી કરવા માટે ત્રીજા ડોઝની જ રૂર પડી શકે છે. કંપનીએ ગુરૂવારે જાહેર કર્યું કે એ એની કોરોના રસી માટે રેગ્યુલેટરી એપ્રુવલની માગણી કરશે. કંપની મધ્યાવધિ ટ્રાયલના ડેટાને ધ્યાનમાં રાખીને મંજૂરી મેળવવાની કોશિશ કરશે. આ ડેટા પરથી ખ્યાલ આવ્યો હતો કે પહેલા બે ડોઝની તુલનામાં ત્રીજો ડોઝ એન્ટિબોડી લેવલને પાંચથી દસ ગણો વધારી શકે છે. વાસ્તવમાં, કોરોના - રસીના આ ત્રીજા ડોઝથી બિટા વેરિઅન્ટ સામે બહેતર સુરક્ષાની આશા રખાય છે. બિટા વેરિઅન્ટ સૈાથી પહેલાં દક્ષિણ આફ્રિકામાં દેખાયો હતો. આ વેરિઅન્ટ અત્યાર સુધીનો સૈાથી વધુ શક્તિશાળી વાયરસ છે. એ ડેલ્ટા વેરિઅન્ટ કરતાં પણ વધુ નુક્સાનકર્તા છે.

(6:32 pm IST)