Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દક્ષિણ જાપાનમાં ભારે વરસાદના કારણોસર 1 લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા

નવી દિલ્હી: જાપાનમાં શનિવારે ભારે વરસાદને કારણે દક્ષિણના વિસ્તારોમાં 1,20,000 થી વધુ રહેવાસીઓને સ્થળાંતરનાં આદેશ અપાયા છે. જાપાનના હવામાન વિભાગે કયુ શુ દ્વિપ પર ત્રણ વિસ્તારમા ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તેમજ ત્યાનાં લોકોને અન્ય સ્થળે ખસેડવાની સુચના અપાઈ છે. એક અઠવાડીયા પૂર્વે જ હજુ ભારે વરસાદને કારણે અટામીયા ભૂસ્ખલનની ઘટના ઘટી હતી. જેમાં ઓછામાં ઓછા 9 લોકોના મોત તેમજ 20 જેટલા લોકો લાપતા થયા હતા. ત્યારે હવે દક્ષિણના વિસ્તારોમાં ભારે વરસાદનાં પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

(6:36 pm IST)