Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સેફટી માટે આ બોસ્નિયાની સ્કૂલે શરૂ કર્યા ઓપનએર કલાસરૂમ

લંડન,તા.૧૦: મધ્ય બોસ્નિયાના કાકુની ગામની એક સ્કૂલની ટીચરે ઉનાળુ વેકેશનના દિવસોનો સદુપયોગ કરીને સ્કૂલના સ્ટુડન્ટ અને સમાજના લોકોની ખુશી માટે સ્કૂલની બહાર ઓપનએર કલાસરૂમ બાંધ્યો છે.

આ કલાસરૂમ એ રીતે બાંધવામાં આવ્યો છે કે ટીચર તેમ જ સ્ટુડન્ટ્સને ફ્રેશ હવા મળી શકે. સ્કૂલમાં માત્ર ૧૦૦૦ સ્ટુડન્ટ્સ છે. ઓપનએર કલાસરૂમ બનાવવાનો વિચાર આ સ્કૂલના ટીચર્સના મનમાં ઘણા વખતથી હતો, પણ લોકડાઉનને કારણે તે અમલમાં મૂકી શકાયો નહોતો. ખૂબ ઓછા ભંડોળ સાથે શરૂ થયેલા આ પ્રોજેકટને જોતજોતામાં જ ભરપૂર સહાય અને ડોનેશન પણ મળી ગયું હતું. શહેરના મેયરે ઓપનએર કલાસરૂમ માટે બાંધકામનું મટીરિયલ પૂરું પાડ્યું હતું.

એક મહિનામાં કલાસરૂમનું બાંધકામ તૈયાર થઈ ગયું અને બાળકોને ભણવા માટે ટીચરે ડઝનેક લાકડાની બેન્ચ તૈયાર કરી, વૃક્ષો રોપ્યાં તેમ જ કલાસરૂમ માટે આવશ્યક તમામ સુવિધાઓ પણ ઊભી કરી. કલાસરૂમમાં ગિરદી ન થાય એ માટે સ્ટુડન્ટ્સને નાના જૂથમાં વિભાજિત કરાયા છે. એક ગ્રુપનાં બાળકો સોશ્યલ ડિસ્ટન્સિંગના ધોરણોનું પાલન કરતાં સ્કૂલમાં અભ્યાસ કરે છે, જયારે કે બીજા જૂથનાં બાળકો ઘરેથી ઓનલાઇન અભ્યાસ કરે છે. સ્કૂલમાં આવતાં અને સ્કૂલમાંથી ઘરે જતાં માસ્ક ફરજિયાત છે.

(3:05 pm IST)