Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

બેલ્જીયમના રાજાની કાર હરાજીમાં 91 કરોડમાં વેચાઈ

નવી દિલ્હી: ધીમે ધીમે રસ્તા પર ચાલતી કારની કિંમત કેટલી હોઇ શકે? દસ લાખ? વીસ લાખ કે પછી ત્રીસ લાખ? ના, વિન્ટેજ બુગાતી કાર હરાજીમાં ૯૫ લાખ પાઉન્ડમાં એટલે કે લગભગ રૂપિયા ૯૧ કરોડમાં વેચાઇ હતી. તાજેતરમાં લંડનના એક નીલામ ઘરમાં થયેલી હરાજીમાં વિન્ટેજ બુગાતી માટે ટલી તોંતીંગ બોલી બોલવામાં આવી હતી. કાર ભલે ગતિનો રેકોર્ડ ના તોડે પણ હરાજીનો રેકોર્ડ તો એણે તોડી નાંખ્યો હતો. અગાઉની સૌથી મોટી બોલી કરતાં વખતે સૌથી ઉચ્ચ બોલી લાગી હતી.

               એક સમયે ભવ્ય કાર બુગાતી ૫૯ના માલીક હતા બેલ્જીયમના રાજા લીઓપોલ્ડ ત્રીજા.કોઇની ખાસ ગેરેજમાં જવાનું એકમાત્ર કારણ હોય તો વધુ વાંચો૧૯૩૪માં બેલ્જીયમમાં યોજાયેલી ગ્રાં-પ્રિક્ષ રેસ સ્પર્ઘામાં બુગાતી-૫૯ ભાગ લીધો હતો. ત્યાર પછીના વર્ષોમાં કારના અનેક માલીક બદલાયા હતા, પરંતુ કારમાં કોઇ ફેરફાર કરાયો નહતો.ફેકટરીમાંથી જે હાલતમાં લાવવામાં આવી હતી સ્થિતિનીમ આજે પણ છે. મૂળ નકશો અને મેન્યુઅલ પણ મોજુદ છે. કારની ચામડાની બેઠકો પણ અગાઉ જેવી છે.

(5:18 pm IST)