Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

તાલિબાન પ્રત્યે ઉભરાયો સાઉદી અરબનો પ્રેમ

નવી દિલ્હી: લાંબા સમયથી તાલિબાન પર મૌન રહેલા સાઉદી અરેબિયાએ પહેલી વખત અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર પ્રતિક્રિયા આપી છે. સાઉદી અરબે કહ્યુ છે કે, અમનેઆશા છે કે, તાલિબાન સારી રીતે સરકાર ચલાવશે અને અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા આવશે.સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે જોકે એ વાતનો ઉલ્લેખ નથી કર્યો છે કે, આવાનારા દિવસોમાં તાલિબાન માટે સાઉદી અરબ કેવુ વલણ અપનાવશે. સાઉદીની રાજધાની રિયાધમાં તેમણે કહ્યુ હતુ કે, તાલિબાન સરકાર લોકોના હિતમાં કામ કરશે અને બહારનો હસ્તક્ષે નહીં ચલાવી લે તેવી આશા છે.અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતાનો માહોલ ખતમ થશે તેવી પણ અમને આશા છે. તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની સ્વાયત્તાનુ અમે સન્માન કરીએ છે અને આ કપરા સમયમાંથી બહાર આવવા માટે અમે અફઘાનિસ્તાનની મદદ કરીશું.

(5:23 pm IST)