Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રશિયન સૈનિકે મિલિટ્રી બેસ પર ત્રણ સહકર્મીઓની ગોળીમારીને હત્યા કરી દીધી

નવી દિલ્હી:રશિયાના દક્ષિણી શહેર વોરોજમાં એક રશિયન સૈનિકે મિલિટ્રી બેઝ પર પોતાના ત્રણ સહકર્મીઓને ગોળીમારી દીધી હોવાનું માલુમ પડી રહ્યુંછે. રશિયાના વેસ્ટર્ન મિલિટ્રી ડીસ્ટ્રીકટ તરફથી આ સ્ટેટમેંટ આપવામાં આવી રહ્યું છે. આ હુમલામાં સેનાના ત્રણ જવાનોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

           વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મિલિટ્રી યુનિટના કમાંડ લો એન્ફોર્સમેન્ટ  એજન્સી સાથે મળીને હુમલાખોરને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ હુમલો સોમવારના રોજ બપોરના સમયે કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:39 pm IST)