Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

બાંગ્લાદેશમાં તીર્થસ્થળ પર માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું

નવી દિલ્હી:બાંગ્લાદેશમાં કોરોના સંક્ર્મણ ઝડપથી વધી જતા તેને રોકવા માટે સરકારે બધા જ તીર્થસ્થળ પર માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં કોરોના સંક્રમણની સંખ્યા વધીને 420,238 થઇ ગઈ છે જયારે 6067 દર્દીઓ કોરોના વાયરસના કારણોસર મોતને ભેટ્યા છે. આ સંખ્યાને ધ્યાનમાં રાખતા ધાર્મિક મામલે મંત્રાલયે વધારે સૂચના આપતા  માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે. જેથી કરીને આવી ભીડભાડ વાળી જગ્યાઓ પર સંક્રમણને અટકાવી શકાય.

(5:40 pm IST)