Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અડધી રાત પછી સુવાની ટેવ ધરાવતા લોકો સાવધાન : હ્રદયરોગનો ખતરો ૨૫ ટકા વધુ રહે

રાત્રે ૧૦ થી ૧૧ વચ્‍ચે સુઇ જવું શ્રેષ્‍ઠ : અભ્‍યાસ

લંડન,તા. ૧૦ : દેશમાં હાલમાં પુનીત રાજકુમાર અને સિધ્‍ધાર્થ શુકલ જેવા અભિનેતાઓ હાર્ટએટેકથી જીવ ગુમાવી બેઠા. એક તાજા અભ્‍યાસ અનુસાર હ્રદયને તંદુરસ્‍ત રાખવું હોય તો સુવાનો સાચો સમય જાણવો જોઇએ. બ્રિટનની યુનિવર્સિટી ઓફ એકસટરના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચમાં કહ્યુ છે કે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્‍યાની વચ્‍ચે સુઇ જવું જોઇએ.
રિસર્ચન પ્રોફેરસ ડેવિડ પ્‍લાન્‍સનું કહેવું છે કે શરીરની પોતાની ૨૪ કલાક ચાલનારી આંતરિક ઘડીયાળ હોય છે જેને સર્કેડીયન  રીધમ કહેવાય છે. તે શારીરિક અને માનસિક ક્રિયામાં સંતુલન જાળવવાનું કામ કરે છે. સુવાનો અને આરામ કરવાનો સમય નક્કી ના હોવાના કારણે આ ઘડીયાળ અસંતુલિત બની જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, રાત્રે ૧૦ વાગ્‍યા પહેલા સુઇ જનારા કરતા મધરાત પછી સુનારા લોકોમાં હ્રદયરોગનું જોખમ ૨૫ ટકા વધારે રહે છે.
આ રિસર્ચ માટે એક દાયકા સુધી ૮૮ હજાર લોકોના કાંડે એક ડીવાઇસ બાંધવામાં આવી હતી અને જાણવામાં આવ્‍યુ હતુ કે તેઓ સતત સાત દિવસ સુધી કેટલા વાગે સુતા હોય. પહેલા પાંચ વર્ષમાં ૩૧૭૨ લોકોમાં હ્રદય અંગેની તકલીફો જોવા મળી હતી. જેમાં હાર્ટએટેક, સ્‍ટ્રોક, હાર્ટ ફેઇલ જેવી તકલીફો હતી. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સમયસર ના સુઇ જનાર વ્‍યકિત સવારના પ્રકાશના સંપર્કમાં નથી આવી શકતા એટલે શરીરની ઘડીયાળ પોતાને રિસેટ કરી નાખે છે. વયસ્‍ક લોકોએ રાત્રે ૭ થી ૯ કલાક સુવુ જોઇએ.

 

(10:41 am IST)