Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

કેનેડામાં પ્રથમવાર 70 વર્ષીય મહિલા ક્લાઈમેટ ચેન્જથી પીડિત દર્દી બન્યા

નવી દિલ્હી  : કેનેડામાં 70 વર્ષની એક મહિલા ક્લાઈમેટ ચેન્જથી પીડિત પ્રથમ દર્દી બની છે. ગરમીની સિઝનમાં મહિલાને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી અને લૂનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રથમ વખત ઘટના બની છે કે ડોક્ટરોએ કોઈ દર્દીની ડાયગ્નોસિસ ડિટેલ્સમાં ક્લાઈમેટ ચેન્જ શબ્દનો ઉલ્લેખ કરવો પડ્યો છે. આ સાથે એવું માનવામાં આવે છે કે એકલા જૂન મહિનામાં જ કેનેડામાં ગરમી અને લૂને લીધે આશરે 500 લોકોએ અંતિમ શ્વાસ લીધા હતા. તાજેતરમાં ગ્લાસ્ગોમાં COP-26 ક્લાઈમેટ સમિટમાં પણ ગ્લોબલ ટેમ્પરેચર અને એક્સટ્રીમ હીટ સહિતના મુદ્દા રજૂ થયા હતા. કેનેડાની આ મહિનાનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. અમેરિકાના અખબાર 'ધ હિલ'ના એક અહેવાલ પ્રમાણે આ મહિલા અંગે ડોક્ટરનું કહેવું છે કે તેની બીમારી પાછળનું કારણ ક્લાઈમેટ ચેન્જ છે. બ્રિટીશ કોલંબિયાના નેલ્સનમાં ઈમર્જી રૂમના ડોક્ટર મેરિટ આ મહિલાની સારવાર કરી અને તેના નિદાનમાં સ્પષ્ટપણે લખ્યું કે- 10 વર્ષમાં આ પ્રથમ ઘટના છે કે જ્યારે મને લાગે છે કે કોઈ દર્દીની મુશ્કેલી અને બીમારીનું કારણ ક્લાઈમેન્ટ ચેન્જ છે.

(6:09 pm IST)