Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

અમેરિકા કરી રહ્યું છે દેશમાં પાંચથી દસ માળખાગત યોજનાઓના રોકાણની તૈયારી

નવી દિલ્હી: અમેરિકા જાન્યુ.માં દેશમાં પાંચથી દસ માળખાગત યોજનાઓમાં રોકાણની તૈયારી કરી રહ્યું છે. આ યોજનાઓ ખૂબ મોટી હશે, જે વિવિધ દેશોમાં આકાર લેશે. તેનો હેતુ ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવના હેતુને આડકતરી રીતે પાર પાડવા નહીં દેવાનો છે. અમેરિકાએ ચીનને જવાબ આપવા જી7 દેશો સાથે મળીને આ યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ 2035 સુધી જી7 માળખાગત યોજનાઓમાં 40 ટ્રિલિયન ડૉલરનું રોકાણ કરશે.

અમેરિકન સરકારના એક વરિષ્ઠ અધિકારીના મતે બાઈડેનના ડેપ્યુટી સિક્યોરિટી એડવાઈઝર દલીપ સિંહના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે અનેક દેશોની મુલાકાત લઈને દસ પરિયોજના તૈયાર કરી છે. આ યોજનાઓ સેનેગલ અને ઘાના જેવા દેશોમાં પણ હશે. હવે અમેરિકન અધિકારીઓ જી7 દ્વારા બિલ્ડ બેક બેટર વર્લ્ડ ઈનિશિયેટિવ (બી3ડબલ્યુ) હેઠળ બીજા કેટલાક પ્રોજેક્ટ શોધી રહ્યા છે.

(6:10 pm IST)