Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 200 દિવસ વિતાવીને અવકાશયાત્રીઓ ફર્યા પરત

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 200 દિવસ વિતાવીને અવકાશયાત્રીઓ મંગળવારે વહેલી સવારે ધરતી પર પાછા ફર્યા. તેમની સ્પેસએક્સ કેપ્સૂલે મેક્સિકોના અખાતમાં લેન્ડિંગ કર્યું. ચારેય ક્રૂ ડ્રેગનના અવકાશયાત્રીઓ ડાઈપરમાં હતા, કેમ કે ટોઇલેટ ખરાબ થઇ ગયું હોવાથી રસ્તામાં કોઇ તકલીફ ન પડે તે માટે તેમણે ડાઇપર પહેરી લીધું.

નાસાએ જણાવ્યું કે તેના શેન કિમબરા અને મેગન મેકઆર્થર, જાપાનના અકિહિતો હોશિદે અને ફ્રાન્સના થોમસ પેસ્કવેટની વાપસીમાં તોફાની પવનને કારણે વિલંબ થયો. સ્પેસ સ્ટેશનેથી નાસાના અવકાશયાત્રી માર્ક વાન્ડે હેઇએ સાથી અવકાશયાત્રીઓને વિદાય આપી અને મેકઆર્થરને કહ્યું, મને નજીકના મોડ્યૂલમાંથી તમારા અટહાસ્યની ખોટ સાલશે.’

પેસ્કવેટે એક વીડિયો ટિ્વટ કર્યો, જેમાં અવકાશના ગાઢ અંધારા વચ્ચે સ્પેસ સ્ટેશન ઝળહળી રહ્યું છે. ચારેયની સુરક્ષિત વાપસી બાદ નાસાના સ્પેસ ઓપરેશન્સ મિશન ડિરેક્ટોરેટના હેડ કૅથી લાઇડર્સે મજાકના અંદાજમાં કહ્યું કે, મેં કીધું કે હું હંમેશા તે છેલ્લી 10 મિનિટ માટે મારા શ્વાસ રોકી શકું છું.

(6:11 pm IST)