Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

ઇંડોનેશિયામાં મધ્યમસતારના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ઇંડોનેશિયામાં સોમવારના રોજ મધ્યમ સ્તરના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે. અમેરિકી ભૂગર્ભ સર્વેક્ષણદ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બપોરના સમયે 1 વાગ્યાને 20 મિનિટની આસપાસ ફ્લોર્સ અને સુલાવેસી દ્વીપના વચ્ચે રુતેંગ શહેર નજીક ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.6ની આંકવામાં આવી રહી છે. ભૂકંપનું કેન્દ્ર જમીનની અંદર 384 મિલ ઊંડાઈમાં હોવાનું માલુમ પડી રહ્યું છે.આ ભૂકંપના કારણોસર હજુ સુધી કોઈ નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(5:15 pm IST)