Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અમેરિકાની હોસ્પિટલમાં તૂટ્યો રેકોર્ડ:60બીવર્ષથી ઓછી વયના દર્દીઓની સંખ્યામાં થયો વધારો

નવી દિલ્હી: કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ અમેરિકામાં તબાહી મચાવી રહ્યો છે. અહીંની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યાએ અગાઉની લહેરની પીકનો રેકોર્ડ તોડી નાખ્યો છે. US ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીઝે અહેવાલ આપ્યો છે કે રવિવારે દેશભરની હોસ્પિટલોમાં 1,42,388 સંક્રમિત દાખલ થયા હતા, જ્યારે છેલ્લી લહેરની પીકમાં 14 જાન્યુઆરીએ 1,42,315 દર્દી દાખલ થયા હતા. એ પણ ચિંતાનો વિષય છે કે છેલ્લાં બે અઠવાડિયાંની સરેરાશ કરતાં 83% વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. મોટા ભાગના દાખલ દર્દીઓની ઉંમર 60 વર્ષથી ઓછી છે. 60 વર્ષથી ઉપરના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા હજુ પણ ગયા વર્ષની સરખામણીએ ઓછી છે. હોસ્પિટલમાં દાખલ કરાયેલા કુલ દર્દીઓમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ અન્ય કોઈ બીમારીની સારવાર માટે આવ્યા હતા અને તપાસ દરમિયાન સંક્રમિત જણાયા હતા. કોરોના વાઈરસ સામે લડવા માટે અમેરિકા અને બ્રિટનની સરકારોના વૈજ્ઞાનિકોએ એક નવી ન્યૂ નોર્મલ પ્લાન તૈયાર કર્યો છે. વાઈરસથી પ્રભાવિત બંને દેશના વૈજ્ઞાનિકોનું માનવું છે કે હવે લગભગ બે વર્ષ પછી વાઈરસને સમાપ્ત કરવાનો વિચાર ન કરવો જોઈએ, એને બદલે વાઈરસનો સામનો કરવા માટે વધુ સારી વ્યૂહરચના બનાવવી પડશે. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડનના સલાહકાર એવા ત્રણ વૈજ્ઞાનિકોએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

(6:41 pm IST)