Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

57 વર્ષના દર્દીના શરીરમાં ડુક્કરના હાર્ટનું ટ્રાન્સપ્લાન્ટ કરી ડોક્ટરોએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: અમેરિકામાં ડોકટરોએ 57 વર્ષના વ્યક્તિના શરીરમાં જેનેટિકલી મોડીફાઈડ ડુક્કરનુ હૃદય સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યુ છે.જો આ પ્રયોગ સફળ થયો તો ઓર્ગન ડોનેશનની અછતની સમસ્યાનો પણ ઉકેલ આવશે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે કહ્યુ હતુ કે, શુક્રવારે આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઈ હતી.દર્દી ડેવિડ બેનેટની હાલત અત્યંત ગંભીર હતી અને તેને માનવ અંગનુ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે તેવી શક્યતા નહીંવત હતી.એટલે જીવ બચાવવા માટે એક પ્રયોગ કરવાના ભાગરુપે તેના શરીરમાં ડુક્કરનુ હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતુ. ડોકટરોનુ કહેવુ છે કે , આ હાર્ટ દર્દીના શરીરમાં યોગ્ય રીતે કામ કરી રહ્યુ છે.જોકે દર્દી પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. સર્જરી પહેલા દર્દી ડેવિડ બેનેટે કહ્યુ હતુ કે,  મને ખબર હતી કે આ અંધારામાં તીર મારવા જેવુ કામ હતુ પણ મારા માટે આ આખરી પસંદ હતી.હવે હું પથારીમાંથી બહાર નિકળવા ઉત્સુક છું.

(6:43 pm IST)