Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

અફઘાનિસ્તાનમાં થયેલ એક વિસ્ફોટમાં નવ બાળકોના મૃત્યુથી અરેરાટી મચી જવા પામી

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન સરહદે થયેલા એક વિસ્ફોટમાં નવ બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ જેટલા બાળકો ઘવાયા હતા. આ માહિતી તાલિબાને નિમેલા ગવર્નર દ્વારા આપવામાં આવી હતી. જોકે હુમલાની જવાબદારી કોઇ આતંકી સંગઠને હજુસુધી નથી લીધી.  

ગવર્નરની ઓફિસ દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બાળકોની વિવિધ વસ્તુઓ વેચતી લારીની નીચે વિસ્ફોટ થતા આ જાનહાની થઇ હતી. આ ઘટના લાલોપર જિલ્લામાં સામે આવી હતી. જે નાગરહાર પ્રાંતમાં આવેલુ છે. આ પ્રાંતમાં આઇએસના આતંકીઓ સક્રિય છે.  જેને કારણે લારીની આસપાસ ઉભેલા બાળકો તેનો ભોગ બની ગયા હતા. જે વિસ્તારમાં આ વિસ્ફોટ થયો ત્યાં આઇએસ સંગઠનના આતંકીઓ સક્રિય છે. આઇએસ અને તાલિબાન વચ્ચે અફઘાનિસ્તાનમાં ઘર્ષણ ચાલી રહ્યું છે. તેથી આ હુમલા પાછળ આઇએસનો હાથ હોવાની પણ શક્યતાઓ છે.

(6:44 pm IST)