Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

તુર્કી સહીત ઇસ્લામિક દેશોમાં ઇઝરાયલનો વિરોઘી દેખાવ જોવા મળ્યો

નવી દિલ્હી: ગાઝાક્ષેત્રમાં ઇઝરાયલના દળો અને હમાસ ત્રાસવાદી સંગઠન વચ્ચે સર્જાયેલા તનાવના પડઘા મુસ્લિમ રાષ્ટ્રો પર પડવા લાગ્યા છે અને ઇજીપ્ત તથા જોર્ડન સહીતના લોકોએ દરમ્યાનગીરી કરવા અમેરીકાને જણાવ્યુ છે તો બીજી તરફ તુર્કીમાં ઇઝરાયલની રાજદુત કચેરી સામે મોટાપાયે આજે દેખાવો થયા હતા. હજજારો લોકો અંકારા ઉપરાંત ઇસ્તંબુલમાં એકત્ર થયા હતા અને ઇઝરાયલ વિરુધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ઇસ્તંબુલમાં કોરોના લોકડાઉન ચાલુ છે તેમ છતા હજજારો લોકો સીરીયા અને પેલેસ્ટાઇનના ધ્વજ લઇને તુર્કીની સૈન્યને ગાઝામાં મોકલવાની માંગણી કરી રહયા છે. કુવેતમાં પણ તનાવ જોવા મળ્યો છે. હમાસના નેતા ઇસ્માઇલી હાનીયાહ એ અનેક મુસ્લિમ દેશોના રાજનેતાઓ સાથે વાતચીત કરી છે અને ઇઝરાયલ ઉશ્કેરણીજનક કૃત્ય કરી રહયા હોવાનો આક્ષેપ કર્યો છે.

(6:40 pm IST)