Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ઓએમજી.....ભારતથી પરત ફરતા મુસાફરના બેગમાંથી નીકળ્યું કંઈક એવું કે એરપોર્ટ પર જ બેગ જપ્ત કરવામાં આવી

નવી દિલ્હી: કસ્ટમ્સ અને બોર્ડર સિક્યુરિટીના અધિકારીઓને વૉશિંગ્ટન ડી સી પરનાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભારતથી પરત થયેલ મુસાફરના સામાનમાંથી ભારતીય મુસાફર જે બેગમાં છાણ લાવ્યો હતો તે એરપોર્ટ પર છોડી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકા માં છાણ પ્રતિબંધિત છે., કારણ કે ત્યાં એવું માનવામાં આવે છે કે તેનાથી ખુબ જ ચેપી રોગ થાય છે.

યુ.એસ. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન (સીબીપી) એ અહેવાલ કે બે કૃષિ નિષ્ણાતોને સૂટકેસમાંથી છાણ ના ઉપલા મળી આવ્યા છે. "નિવેદન અનુસાર, આ સુટકેસ 4 એપ્રિલે એર ઈન્ડિયાના વિમાનથી પરત ફરી રહેલા મુસાફરનો હતો. સીબીપીના બાલ્ટીમોર ‘ફીલ્ડ ઓફિસ ના ઓફિસરે જણાવ્યું હતું કે છાણ થી “માઉથ-ક્રેકીંગ એ એક પ્રાણીનો રોગ છે જે રોગ નો પ્રાણીઓના માલિકોને સૌથી વધુ ડર છે .”

(6:47 pm IST)
  • દેશના ૧૪ મોટા રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન: ગુજરાત આંધ્ર અને પશ્ચિમ બંગાળ માત્ર આ ત્રણ મોટા રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન નથી, રાત્રિ કરફ્યુ અને કેટલાક નિયંત્રણો અમલમાં, ગુજરાત સરકાર આજે મોડેથી કોઈક નિર્ણય લ્યે તેવી સંભાવના દેશના ચૌદ મોટા રાજ્યોએ તેમના તેમને ત્યાં સંપૂર્ણ લોકડાઉન લાદી દીધું છે, હવે માત્ર ગુજરાત, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ આ ત્રણ જ મોટા રાજ્યો રહ્યા છે જ્યાં નાઈટ કફર્યું અને કેટલાક નિયંત્રણો લાગુ કરાયા છે, પરંતુ આ ત્રણ રાજ્યોમાં કોઈ જ લોકડાઉન લાદવામાં આવ્યું નથી. વડાપ્રધાનશ્રીએ વારંવાર કહ્યું છે કે લોકડાઉન છેલ્લા ઉપાય તરીકે લાદવામાં આવે. આજે તેલંગાણા રાજ્યએ પણ આવતીકાલથી અમલી બને તે રીતે દસ દિવસનું લોકડાઉન લાદી દીધું છે. જો કે લોકોની સુવિધા માટે સવારે ૬ થી ૧૦ તમામ કામકાજ ચાલુ રાખવાની છૂટ આપી છે: *ન્યૂઝફર્સ્ટ access_time 4:51 pm IST

  • ઇંગ્લેન્ડમાં કોરોના શાંત થઈ ગયો :છેલ્લા એક વર્ષમાં પહેલી વખત ઇંગ્લેન્ડમાં કોરોનાવાયરસનો એક પણ નવો કેસ ગઈકાલે નોંધાયો નથી. access_time 10:44 am IST

  • પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો ઝીંકાયો : આજે સવારથી પેટ્રોલના ભાવમાં ૨૭ પૈસા અને ડિઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. access_time 10:45 am IST